શોએબ સાથે લગ્ન બાદ સના જાવેદે પહેલી તસવીર પોસ્ટ કરી, ચાહકો ગુસ્સે ભરાયા
લગ્ન બાદ શોએબે સાનિયા મિર્ઝા સાથે તલાક લીધાની વાતને પુષ્ટિ કરી હતી
Image Social Media |
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને છોડીને એક પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે. આ મહિનાની 19 તારીખે બન્ને લગ્નના બંધનમાં જોડાયા હતા. લગ્ન બાદ શોએબે સાનિયા મિર્ઝા સાથે તલાક લીધાની વાતને પુષ્ટિ કરી હતી. બીજી બાજુ સાનિયાના પરિવારજનોએ પણ શોએબ સાથે તલાકની વાત પર કન્ફર્મેશન આપી દીધું હતું. હવે લગ્ન બાદ શોએબ મલિકની નવી પત્ની સના જાવેદની પહેલી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરી હતી. સનાની પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધુ છે. આવો તમને જણાવીએ સનાની પોસ્ટ પર શું રિએક્શન આવ્યું છે.
સનાની પોસ્ટ પર ફેન્સના રિએક્શન
સ્વાલીહા નામના એક ઈન્સ્ટાગ્રામ યુજરે સનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે, કોઈ આજ પછી તેની ફિલ્મો ના જોશો. ફેન્સે એવું પણ કહ્યું હતું કે, આજ પછી કોઈ પ્રોડ્યુસર આને કામ ન આપે, તો સારુ રહેશે. ઈન્યાહ નામના એક યૂઝરે લખ્યું છે કે, શું તને જરા પણ શરમ નથી આવતી કે, શોએબે એક બીજી મહિલાને પણ છોડી મુકી છે. આઈસાતરીક નામના એક યૂઝરે લખ્યું છે કે, તારા લગ્ન પછી તારી ફિલ્મો જોવાનું મન નથી કરતું. એક અન્ય યૂઝરે લખ્યું છે કે, તુ આવુ જ કર, અમારી સાનિયા તો સુપરસ્ટાર છે, તારા જેમ છોકરા પટાઉ નથી. આ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, ફેન્સ સના જાવેદથી કેટલા ગુસ્સામાં છે.