2025માં વફાદાર અને પ્રેમાળ પાર્ટનર મેળવવાનો સામંથાનો સંકલ્પ
- એક્સ નાગા ચૈતન્યનાં બીજાં લગ્ન બાદ સૂચક સંકલ્પ
- સામંથાએ કોઈ નવો પાર્ટનર શોધી લીધો છે અને નવાં વર્ષે જાહેરાત કરશે તેવું પણ ચાહકોનું અનુમાન
મુંબઇ : સામંથા રુથ પ્રભુએ નવાં વર્ષમાં પ્રેમાળ અને વફાદાર પાર્ટનર મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યનાં શોભિતા ધુલિપાલા સાથે લગ્ન પછી તરત જ સામંથાએ નવા પાર્ટરની કામના કરી છે.
સામંથાના કેટલાય ચાહકો આ પોસ્ટ બાદ તેના માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક ચાહકોએ તેને મનોકામના પ્રમાણેનો નવો પાર્ટનર મળે તેવી શુભેચ્છા આપી છે. બીજી તરફ કેટલાક ચાહકો માની રહ્યા છે કે આ પોસ્ટ દ્વારા સામંથાએ નવા પાર્ટનર મળી ગયો હોવાનો સંકેત આપી દીધો છે અને તે કદાચ આગામી વર્ષે તેની ઘોષણા કરી શકે છે.
સામંથાએ પોતાની જન્મરાશિના લોકોને ૨૦૨૫માં નવો પાર્ટનર મળવાનો છે તેવી આગાહીને ટાંકી છે અને ઈચ્છા વ્યક્ત કરી છે કે આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય.
સામંથાએ નાગાચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. યુગલે ૨૦૨૧માં છૂટાછેડા લીધા હતા.