છૂટાછેડા પછી સામંથાનું એક્સ હસબન્ડના નામનું ટેટુ યથાવત
- વાયરલ તસવીરમાં પાંસળી પર ટેટૂ જોવા મળ્યું
- સામંથાએ કબૂલ્યું હતું કે હસીખુશી નહિ પરંતુ ભારે કડવાશ સાથે તેઓ છૂટાં પડયાં છે
મુંબઇ : સામંથા રુથ પ્રભુએ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધાને બે વર્ષ થઈ ગયાં છે પરંતુ હજુ તેની પાંસળી પર પતિના નામનું ટેટુ યથાવત છે.
એક વેબ સીરીઝના પ્રિમિયર વખતની સામંથાની વાયરલ થયેલી તસવીરોમાં તેની પાંસળી પર નાગા ચૈતન્યના ટૂંકા નામ 'ચાય' લખેલું ટેટૂ યથાવત હોવાનું જણાયું હતું.
સામંથા અને નાગા ચૈતન્ય 'યે માયા ચેસવે'નામની ફિલ્મના શૂટિંગ વખતે પ્રેમમાં પડયાં હતાં. ૨૦૧૦માં રીલીઝ થયેલી આ ફિલ્મથી શરુ થયેલા રોમાન્સ બાદ ૨૦૧૭માં તેમણે લગ્ન કર્યાં હતાં. તે વખતે તેણે પોતાની ગરદન પર આ ફિલ્મના નામનું ટેટુ પણ કરાવ્યું હતું. તેણે અને નાગા ચૈતન્યએ એકસરખાં ટેટૂ કરાવ્યાં હોવાની તસવીરો પણ વાયરલ થઈ હતી.
ફિલ્મ ઉદ્યોગમાં એવાં અનેક યુગલ છે જે ખાસ કોઈ કડવાશ વિના છૂટાં પડયાં છે. હૃતિક રોશન અને સુઝાન તો છૂટાછેડા પછી પણ બાળકો સાથે વેકેશન પર જાય છે. જોકે, સામંથાએ પોતાના માટે એ લગ્ન જીવન અનેે છૂટાછેડા ભારે યાતનામય હોવાનું અગાઉ જણાવ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તે અને નાગા ચૈતન્ય ભારે કડવાશ સાથે છૂટાં પડયાં હતાં.