સામંથા કરણ જોહરની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
સામંથા કરણ જોહરની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે 1 - image


- સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરશે 

- સાઉથની તૃષા તથા અનુષ્કા શેટ્ટી સાથે વાતચીત પરંતુ સામંથાનું નામ લગભગ ફાઈનલ

મુંબઈ: ઓટો ઈમ્યુન બીમારી માયોસાઈટિસના કારણે હાલ એક વર્ષના બ્રેક પર જતી રહેલી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ કરણ જોહરનાં પ્રોડક્શનની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરે તેવી સંભાવના છે. આ ફિલ્મમાં તેનો હિરો સલમાન ખાન હશે. 

 સામંથા 'પુષ્પા' ફિલ્મથી બોલીવૂડના દર્શકોમાં જાણીતી છે. જોકે, તેની બોલીવૂડમાં ઔપચારિક ેન્ટ્રીની લાંબા સમયથી રાહ જોવાય છે. અનેક પ્રોજેક્ટસમાં સામંથા સાથે વાતચીત ચાલતી હોવાની ચર્ચા સામે આવે છે. જોકે, હાલ ઓટો ઈમ્યૂન ડીસીઝના કારણે એક્ટિંગમાંથી એક વર્ષનો બ્રેક લેનારી સામંથાએ સાઉથની તેની ફિલ્મોની પણ સાઈનિંગ એમાઉન્ટ પાછી આપી દીધી છે. 

જોકે, સામંથા બ્રેક બાદ પુનરાગમનનું પ્લાનિંગ પણ કરી રહી છે. તેણે કરણ જોહર સાથે વાટાઘાટો શરુ કરી છે. કરણ જોહર 'કુછ કુછ હોતા હૈ'ના અઢી દાયકા બાદ સલમાન ખાનને લઈને એક ફિલ્મ પ્લાન કરી રહ્યો છે. આ ફિલ્મની હિરોઈન સામંથા હોઈ શકે છે. 

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર કરણ જોહરે સાઉથની જ તૃષા તથા અનુષ્કા શેટ્ટીનો પણ સંપર્ક કર્યો છે. પરંતુ, સલમાન સાથે સ્ક્રીન શેરિંગમાં સામંથા જ સૌથી ઉચિત જણાઈ રહી છે. આ અંગે હવે ઔપચારિક જાહેરાતની રાહ જોવાય છે. 


Google NewsGoogle News