Get The App

સામંથા બોયફ્રેન્ડ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે તિરુપતિ દર્શને

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
સામંથા બોયફ્રેન્ડ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે તિરુપતિ દર્શને 1 - image


- બંને વચ્ચે ડેટિંગની અફવાને જોર મળ્યું 

- ફેમિલી મેન સીરિઝનાં શૂટિંગ વખતે રાજ અને સામંથા નિકટ આવ્યાં હતાં

મુંબઈ: સામંથા રુથ પ્રભુ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે તિરુપતિ બાલાજી ખાતે દર્શને ગઈ હતી. બંને ફરી જાહેરમાં સાથે દેખાતાં તેમના વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળોને જોર મળ્યું છે. 

બંને ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થયાં હતાં. તે પરથી તેઓ સગાઈ પૂર્વે આશીર્વાદ મેળવવા આવ્યાં છે કે શું તેવી અટકળો ચાહકોમાં શરુ થઈ  હતી. 

સામંથા અને રાજ આ પહેલાં પણ જાહેરમાં સાથે દેખાઈ ચૂક્યાં છે. જોકે, તેમણે તેમની રિલેશનશિપ વિશે હજુ સુધી કશી ઓફિશિયલ ઘોષણા કરી નથી. 

રાજ દ્વારા દિગ્દર્શિત વેબ સીરિઝ 'ફેમિલી મેન ટૂ'નાં શૂટિંગ વખતે તે અને સામંથા નજીક આવ્યાં હતાં. તે પછી બંનેએ 'સિટાડેલ' વેબ સીરિઝના ઈન્ડિયન વર્ઝનમાં પણ કોલબરેશન કર્યું હતું. રાજની આગામી સીરિઝ 'રક્તબ્રહ્માંડ'માં પણ સામંથા મહત્વની ભૂમિકા ભજવવાની છે.

Tags :