સામંથા રૂથ પ્રભુ 2024માં એક્ટિંગમાં પુનરાગમન કરશે
- લગભગ એક વર્ષનો બ્રેક લીધો હતો
- પોતાનાં પ્રોડક્શન હેઠળ કે પછી એક્સ હસબન્ડ સાથે ફિલ્મ કરે તેવી અટકળો
મુંબઇ : ઓટો ઈમ્યુન બીમારી માયોસાઈટીસની સારવારના કારણે આશરે એક વર્ષથી એક્ટિંગમાં બ્રેક લેનારી સામંથા રુથ પ્રભુ ૨૦૨૪થી ફરી એક્ટિંગ શરુ કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રી આવતા વરસની શરૂઆતથી એકટિંગ શરૂ કરવાની યોજના કરી રહી છે. તે કદાચ વેબ શો 'સીટાડેલ'નાં પ્રમોશનમાં પણ ભાગ લેશે.
'સિટાડેલ'ના ભારતીય વર્ઝનનું શૂટિંગ પુરુ કર્યા પછી સામંથાએ એકટિંગમાંથી બ્રેક લીધ ોહતો. ત્યારથી તે પોતાના સ્વાસ્થય પર ધ્યાન આપી રહી છે. સામંથા ઓટિયોમ્યુન બીમારીથી પીડાઇ રહી છે અને અમેરિકામાં તે સારવાર લેવાની સાથેસાથે દુનિયાની સફર કરી રહી છે. અહેવાલો અનુસાર સામંથાની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તે માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ થઇ રહી છે.તેમાં તાજગીનો પણ સંચાર થયો છે. તેમજ સારવારની સાથેસાથે તેણે દુનિયાની પણ સફરના અનુભવ પછી તે ઘણું બધુ નવું નવું કરવા ઉત્સાહિત છે.
સામંથાએ તાજેરમાં જ પોતાની પ્રોડક્શન કંપની શરુ કરવાની ઘોષણા કરી છે. તે પોતાના પ્રોડક્શન હેઠળની ફિલ્મ કે વેબ શોમાં કામ કરશે કે પછી છેલ્લા કેટલાક સમયથી તેના એક્સ હસબન્ડ નાગા ચૈતન્ય સાથે સંબંધો સુધરી રહ્યા હોવાથી ફરી તેની સાથે કામ કરવાનું પસંદ કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. સામંથા અને નાગાની જોડી એક સમયે સાઉથની સૌથી હિટ જોડીમાંની એક મનાતી હતી.