Get The App

સામંથા રૂથ પ્રભુ ફરી વેબ સીરીઝમાં એકશન કરશે

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
સામંથા રૂથ પ્રભુ ફરી વેબ સીરીઝમાં એકશન કરશે 1 - image


- આદિત્ય રોય કપૂરે પોતાના રોલ માટે વિશેષ તાલીમ લીધી

મુંબઇ : આદિત્ય રોયકપૂર સીરીઝ રક્ત બ્રમાંડ : ધ બ્લડી કિંગડમ માટે વિશેષ તાલીમ લીધી છે. તેણે  હાઇ-ઓકટેન એકશન થ્રિલરમાં પોતાના પાત્રને બહેતર બનાવવા માટે તલવાર, હથિયાર અને માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે. હવે આ સીરીઝમાં સામંથા રૂથ પ્રભુની પણ એન્ટ્રી થઇ ગઇ છે. જેમાં તે એકશન દ્રશ્યો ભજવતી જોવા મળવાની છે. 

સામંથા રૂથ પ્રભુ અને આદિત્ય કપૂર ઉપરાંત આ સીરીઝમાંઅલી ફઝલ અને વામિકા ગબ્બી પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે. આ સીરીઝના નિર્માતા રાજ અને ડીકે છે. 

સિટાડેલ : હની બનીમાં પણ સામંથાએ એકશન દ્રશ્યો ભજવ્યા હતા. હવે ફરી તેણે એકશન દ્રશ્યો ભજવવાની તક મળે તેવા જ પ્રોજેક્ટમાં કામ કરવાનું પસંદ કર્યું છે. 

રૂપેરી પડદે હવે અભિનેત્રીઓ પણ જબરદસ્ત પાઇટ સીકવન્સ અને એકશન કરતી જોવા મળી રહી છે. આ પહેલા દીપિકા પદુકોણે ફિલ્મ પઠાનમાં આવા દ્રશ્યો ભજવ્યા છે જ્યારે આલિયા ભટ્ટ પણ  યશરાજ ફિલ્મસની સ્પાઇ યૂનિવર્સની ફિલ્મ અલ્ફામાં ધમાકેદાર એકશન કરતી જોવા મળવાની છે. સામંથા રૂથ પ્રભુ પણ હવે આ યાદીમાં સામેલ થઇ ગઇ છે. 


Google NewsGoogle News