સામંથા રુથ પ્રભુએ એક વર્ષના વિરામ બાદ ફરી કામ શરુ કર્યું
- માયોસાઇટિસને કારણે લોંગ બ્રેક લીધો
- જોકે, કમબેક પ્રોજેક્ટ વિશે હજુ કોઈ માહિતી નહીં, હાલના સંજોગોમાં પુનરાગમન મુશ્કેલ
મુંબઇ : માયોસાઇટિસ નામની ઓટો ઈમ્યૂન બીમારીના કારણે એક્ટિંગ તથા ઈવેન્ટસમાં હાજરી અને મોડેલિંગ સહિતની કેરિયરમાંથી એક વર્ષનો બ્રેક લેનારી સાઉથની હોટ હિરોઈન સામંથા રુથ પ્રભુએ હવે પોતે ફરી કામ શરુ કર્યું હોવાની જાહેરાત કરી છે.
જોકે, સામંથા કઈ ફિલ્મ કે વેબ સીરીઝથી પુનરાગમન કરી રહી છે તે તત્કાળ જાણવા મળ્યું નથી.
સાઉથના વર્તુળોના મતે હાલ સામંથા માટે પુનરાગમન મુશ્કેલ છે. આવતાં બે વર્ષમાં આવી રહેલા મોટાભાગના પ્રોજેક્ટસ માટે હિરોઈનો ફાઈનલ થઈ ચુકી છે.
સામંથાએ આ એક વર્ષનો વિરામ લીધો તે દરમિયાન તેના અને એક્સ હસબન્ડ નાગા ચૈતન્ય વચ્ચે પેચ અપ થઈ ગયાની પણ વાત ફેલાઈ હતી. તે પછી સામંથા અને નાગા ચૈતન્ય કોઈ ફિલ્મમાં સાથે કોલબરેશન કરશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે.
સામંથાના પોતાના જણાવ્યા અનુસાર તે હાલ એક પોડકાસ્ટમાં વ્યસ્ત હતી.
સામંથાને ' પુષ્પા' ફિલ્મના ઓ અંટવા ગીતથી પોપ્યુલારિટી મળી હતી.
હવે 'પુષ્પા'નો બીજો ભાગ બની રહ્યો છે. તેમાં આઈટમ સોંગ શ્રી લીલાને ફાળે ગયું હોવાની ચર્ચા હતી. જોકે, બાદમાં આ વાત પણ ખોટી હોવાનું બહાર આવ્યું હતું.