Get The App

સામંથા રૂથ પ્રભુ પરણેલા ડાયરેકટર રાજને ડેટ કરી રહી હોવાની ચર્ચા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
સામંથા રૂથ પ્રભુ પરણેલા ડાયરેકટર રાજને ડેટ કરી રહી હોવાની ચર્ચા 1 - image


- સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ પરથી અટકળ શરૂ

મુંબઇ : સામંથા રૂથ પ્રભુ પરણેલા દિગ્દર્શકને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. સામંતાને લઇને અફવા ચગી છે કે, તેના જીવનમાં ફરી પ્રેમે સંચાર કર્યો છે, અને તે દિગ્દર્શક રાજ અને ડેકીની જોડીમાંથી રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે. જે પરણેલો છે અને હાલ પત્નીથી છૂટો રહે છે. સામંથા પર એક પરિણિત યુગલનું ઘર તોડવાના આરોપ લોકો મૂકી રહ્યા છે. 

સામંથા રૂથ પ્રભુજાણીતા  દિગ્દર્શક રાજ સાથે રિલેશનશિપમાં છે. વાયરલ થયેલી એક પોસ્ટમાં શેર કરવામાં આવ્યું છે કે, સામંથા રૂથ પ્રભુને લઇને જે અફવા ચાલીરહી તે સાચી છે. સામંથા અને રાજ પ્રેમમાં છે. રાજ હવે તેની પત્ની સાથે રહેતો નથી.

સામંથાએ ૨૦૧૭માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા અને ચાર વરસ પછી તેમણે છૂટાછેડા લઇ લીધા હતા. 

હવે તે દિગ્દર્શક રાજ સાથે ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. 


Google NewsGoogle News