સામંથા રૂથ પ્રભુ ચિકન ગુનિયાના ભરડામાંથી ઘીરે ઘીરે સાજી થઇ રહી છે
- અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું
મુંબઇ : સામંથા રૂથ પ્રભુએ હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યુ હતું કે, તેને ચિકનગુનિયા થઇ ગયો છે.જોકે હવે તે ધીમે ધીમે સાજી થઇ રહી છે. સામંથાએ એક ક્લિપ પોસ્ટ કરી છે જેમાં તે વર્કઆઉટ કરતીજોવા મળી રહી છે. સાથે તેણે લખ્યું છ ેકે, ચિકનગુનિયામાંથી સાજા થવાનો ાનંદ આવી રહ્યો છે. સાંધાના દુખાવા તેમજ અન્ય તકલીફોમાંથી સાજી થઈ રહી છે.
સામંથાએ જણાવ્યું હતું કે, તેને એક ફિલ્મના સેટ પર ઈજા થઇ હતી એ પછી હું નામ પણ ભૂલી ગઇ હતી. હું સંપૂર્ણ રીતે ખાલી થઇ ગઇહતી. મારી સાથે બહુજ વિચિત્ર બન્યુ ં હતું. હજી પણ હું બાબતે વિચારું છું તો ગભરાઇ જાઉું છું. મને ન તો કોઇ હોસ્પિટલમાં લઇ ગયું હતું કે ન કોઇએ મારીકાળજી લીધી હતી.
૨૦૨૨માં સામંથાએ પોતે ઓટોઇમ્યૂન માયોસિટિસના સપાટામાં આવી હોવાનું જણાવ્યું હતું. એ સમયે તેની ફિલ્મો રિલીઝ થવાની હોવાથી તેને જાહેરમાં પોતાની બીમારી વિશે પરાણે જણાવવું પડયું હતું. લોકો તેના વશે ખોટી વાતો ફેલાવતા હોવાના કારણે તેને લોકોને પોતાની બીમારી વિશે સ્પષ્ટતા કરવી પડી હતી.