એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાનું નિધન, શોક સંદેશમાં લખ્યું- 'આપણે ફરી મળીશું'
Samantha Ruth Prabhu father Joseph Prabhu Passed away : સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ એક દુ:ખદ સમાચાર શેર કર્યા છે. એક્ટ્રેસના પિતાનું અવસાન થયું છે. સામંથાએ શોક સંદેશ શેર કરીને સાથે સોશિયલ મીડિયા પર તૂટેલા હૃદયનું ઇમોજી મૂક્યું છે. અભિનેત્રી માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે.
પિતાનું આકસ્મિક નિધન થતાં તેના દુઃખમાં વધારો
સામંથા છેલ્લા કેટલાક વર્ષોથી Myositis નામની ખતરનાક ઓટોઈમ્યૂન (સ્વયંપ્રતિરક્ષા) બિમારીથી પીડાય છે. થોડાં વર્ષ પહેલાં તેણે એક્ટર નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પણ લીધાં હતાં. તેમણે ઘણી વખત મુશ્કેલ સમય વિશે વાત કરી છે. આ દરમિયાન અભિનેત્રીના પિતાનું આકસ્મિક નિધન થતાં તેના દુઃખમાં વધારો થયો છે.
જોસેફ એંગ્લો-ઈન્ડિયન હતા
ચેન્નાઈમાં રહેતા જોસેફ પ્રભુ અને નિનેટ પ્રભુના ઘરે સામંથા રૂથ પ્રભુનો જન્મ થયો હતો. અભિનેત્રીએ તેના ઉછેર અને સ્ટારડમ સુધીની તેની સફરમાં તેના માતા-પિતાની ભૂમિકા વિશે ઘણી વખત વાત કરી ચૂકી છે. જોસેફ એંગ્લો-ઈન્ડિયન હતા. સામંથાના જીવનમાં તેની મોટી ભૂમિકા હતી. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના પિતા સાથેના બોન્ડની વાત કરી હતી. સામંથાએ કહ્યું કે, બાળપણમાં મારી અસુરક્ષા મારા પિતાના કડક શબ્દોના કારણે આવી હતી.
'મારું આખું જીવન મારી માન્યતા માટે લડવું પડ્યું છે. મારા પિતા અન્ય ભારતીય માતા-પિતા જેવા હતા. તેઓ વિચારે છે કે તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે. તેઓ કહેતા કે, તમે જેટલુ માનો છો તો તેટલા સ્માર્ટ નથી. મારા પિતા સાચુ કહેતા હતા. આખી જીંદગી માન્યતા માટે લડ્યા પછી, જ્યારે તેણીને તેના કામ માટે પ્રશંસા મળવા લાગી તો તેને સમજાતું નહોતું કે, તેને સાચું કેવી રીતે સ્વીકારવું.
ચૈતન્યથી છૂટાછેડાની પણ તેના પિતા જોસેફ પ્રભુ પર ભારે અસર
વર્ષ 2021 માં સામંથા રૂથ પ્રભુના નાગા ચૈતન્યથી છૂટાછેડાની પણ તેના પિતા જોસેફ પ્રભુ પર ભારે અસર પડી હતી. સામંથા અને ચૈતન્યના અલગ થવાના સમાચાર પર જોસેફે અલગ પ્રતિક્રિયા આપી હતી. તેણે કોઈ નિવેદન આપવાને બદલે ફેસબુક પર કવિતા લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.