Get The App

સામંથા રૂથ પ્રભુ અને તેનો ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્યા એ છૂટાછેડા પછી પહેલી ઇવેન્ટ સાથે કરી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
સામંથા રૂથ પ્રભુ અને તેનો ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્યા એ છૂટાછેડા પછી પહેલી ઇવેન્ટ સાથે કરી 1 - image


- જોકે બન્નેએ પોતાના શેડયુલ અલગ રાખ્યા હોવાથી સામસામે આવ્યા જ નહીં

મુંબઇ : સામંથા રૂથપ્રભુ અને તેનો પતિ નાગા ચૈતન્યા એક ઇવેન્ટમાં ભેગા થઇ ગયા હતા. વાત એમ બની હતી કે, સામંથા રૂથ પ્રભુ પોતાની નવી સ્પાઇસ સીરીઝના લોન્ચમાં સામેલ થઇ હતી. ત્યારે ત્યાં તેનો ભૂતપૂર્વ પતિ પણ એ જ ઇવેન્ટમાં પોતાની સુપરનેચરલ થ્રિલરને પ્રમોટ કરવા પહોંચ્યો હતો. જોકે બન્નેએ પોતાના શેડયુલ અલગ રાખ્યા હોવાથી તેઓ સામસામે આવ્યા જ નહીં. 

એક રિપોર્ટના અનુસાર, આ ઇવેન્ટમાં કરણ જોહર સાથે સ્ટેજ પર વાતચીત કરવાની હતી. તેથી  બન્નેએ પોતાના શેડયુલ જ એ રીતે રાખ્યા હતા કે, બન્ને આમને સામને આવે જ નહીં. 

આ પરથી સ્પષ્ટ થાય છે કે, સામંથા અને નાગા ચૈતન્યા ફરી એક થાય તેવી કોઇ શક્યતા જ નથી. 


Google NewsGoogle News