સેટ પર માથામાં ઈજા થઈ તો બધુ ભૂલી ગઇ જાણીતી અભિનેત્રી! કહ્યું - કોઈ હોસ્પિટલ ન લઈ ગયું
Samantha Ruth Prabu: સામંથા રૂથ પ્રભુએ વર્ષ 2022માં ખુલાસો કર્યો હતો કે તે માયોસિટિસ નામની બીમારીથી પીડિત છે. બીમારી હોવા છતાં, અભિનેત્રીએ 'સિટાડેલ: હની બની' અને 'કુશી' જેવી ફિલ્મો માટે શૂટિંગ કર્યું છે. સામંથાની આગામી સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ સિરીઝના સેટ પરનો એક કિસ્સો શેર કર્યો છે.
હું સાવ બેભાન થઈ ગઈ હતી - સામંથા
સામંથા રૂથ પ્રભુએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તે સમયને યાદ કર્યો જ્યારે તે સિટાડેલ હની બનીના સેટ પર ખૂબ જ ખરાબ હાલતમાં હતી. તેની હાલત એવી હતી કે તે કંઈપણ યાદ રાખી શકતી નહોતી. સામંથાએ રમૂજી રીતે આ ઘટના વિષે કહ્યું હતું કે, 'મને માથામાં ઈજા થઈ હતી અને તે પછી હું નામ ભૂલી ગઈ હતી. હું સાવ બેભાન થઈ ગઈ હતી. તે બહુ મોટી વાત હતી. હવે જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે, મને યાદ છે કે કોઈ મને હોસ્પિટલ લઈ ગયું ન હતું'
સામંથાની આ વાત સાંભળતા જ શોના રાઈટર સીતા મેનને તેને ટોકીને યાદ અપાવ્યું અને કહ્યું કે, 'ત્યારે સેટ પરના લોકો ડૉક્ટર સાથે વાત કરી રહ્યા હતા.' એટલે સામંથાએ પૂછ્યું કે, 'કયા ડૉક્ટર?'
શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું
આ ઘટના વિષે સીતા મેનને કહ્યું કે, 'તેણીને કંઈપણ યાદ નથી કારણ કે તે આઘાતમાં હતી.' આ વાતનો જવાબ આપતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'મને યાદ છે કે જ્યારે મેં સાંભળ્યું કે આપણી પાસે એક દિવસ કરતાં પણ ઓછો સમય માટે સેટ છે, અમારે શૂટિંગ પૂરું કરવાનું હતું. તેથી હું આઘાતમાં વિચારી રહી હતી કે, હું આવી રહી છું મિત્રો, હું આવી રહી છું. પછી મને યાદ છે કે સ્ટંટમેન મારી સામે હતો અને પછી મેં વિચાર્યું, 'હું શું કરી રહી છું?' અને તેમણે કહ્યું કે ઠીક છે... કટ.. આવી રીતે નહી થાય.'
સિટાડેલ શો છોડવા માંગતી હતી
સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું કે માયોસિટિસના કારણે હું આ સીરિઝ છોડવા માંગતી હતી. બીમારીના કારણે મને બિલકુલ લાગ્યું ન હતું કે હું આ શો કરી શકું એવી હાલતમાં છું. એટલું જ નહીં, મેં મેકર્સને ચાર શ્રેષ્ઠ અભિનેત્રીઓનું સૂચન પણ કર્યું હતું, પરંતુ મેકર્સ મારી સાથે જ કામ કરવા માંગતા હતા.