Samantha-Naga Chaitanyaના છૂટાછેડા પર નિવેદન આપનાર મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન પરત ખેંચ્યું-'મારો કહેવાનો મતલબ...'
Samantha and Naga Chaitanya: આ દિવસોમાં સાઉથની ટૉપ અભિનેત્રીઓમાંની એક, સામંથા રૂથ પ્રભુ અને તેના ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્ય તેમના ભૂતકાળના અંગત જીવનને લઇને ચર્ચામાં છે.
તેલંગાણાના વન મંત્રી કોંડા સુરેખાએ તાજેતરમાં નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું જેને લઈને હવે વિવાદ વધતો જણાઇ રહ્યો છે. કોંડા સુરેખાએ નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા માટે કેટી રામારાવને જવાબદાર ઠેરવ્યા હતા. હવે નાગા ચૈતન્યના પિતા અને અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ કોંડા સુરેખાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
આ મામલો એટલો વધી ગયો કે, આખરે અન્ય સ્ટાર્સે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને મંત્રીએ પણ પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું.
મંત્રીએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું
કોંગ્રેસ મંત્રી કોંડા સુરેખાએ સામંથા અને નાગાના છૂટાછેડા પર પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. મંત્રીનું કહેવુ છે કે, મેં જે કહ્યું તેનો અર્થ એ નહોતો. મારો ઇરાદો સામંથાને દુઃખ પહોંચાડવાનો નહોતો, મેં માત્ર મહિલાઓના અપમાન અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આ સિવાય કોંડાએ સુરેખાના આરોપોને નકામા અને ખોટા ગણાવ્યા
પીઢ અભિનેતા નાગાર્જુને આ અંગે ટ્વિટર પર એક ટ્વિટ શેર કરતાં કહ્યું કે, “હું માનનીય મંત્રી શ્રીમતી કોંડા સુરેખાની ટિપ્પણીની સખત નિંદા કરું છું. તમારા વિરોધીઓની ટીકા કરવા માટે રાજકારણથી દૂર રહેતા ફિલ્મ સ્ટાર્સના જીવનનો ઉપયોગ કરશો નહીં. લોકોની પ્રાઇવસીની રિસ્પેક્ટ કરો. એક જવાબદાર હોદ્દા પર બેઠેલી મહિલા તરીકે, અમારા પરિવાર સામે તમારી ટિપ્પણીઓ અને આક્ષેપો સંપૂર્ણપણે બિનજરૂરી અને ખોટા છે. હું તમને વિનંતી કરું છું કે, તમે તરત જ તમારા નિવેદનને પાછુ લઇ લો.”
કેટીઆરે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી
આ આખી ઘટનામાં કોંડાએ સામંથા અને નાગાના છૂટાછેડા પર નિવેદન આપતાની સાથે જ મામલો ગરમાવા લાગ્યો હતો. કેટીઆર પણ આ મામલે પોતાનુ મૌન તોડતા મંત્રીને લીગલ નોટિસ મોકલી છે. KTR તરફથી નોટિસ મળ્યાના થોડા કલાકો બાદ કોંડાએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. આ મામલે કેટીઆરએ માંગ કરી હતી કે, કોંડાએ તેમનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને 24 કલાકની અંદર જાહેરમાં માફી માંગવી જોઈએ. જો આમ નહીં થાય તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે અને માનહાનિનો કેસ દાખલ કરશે.
સામંથા અને નાગા ચૈતન્યએ પોતે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમજ સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર પણ આના પર ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જો કે હવે મંત્રીએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.
આ પણ વાંચો: એક દિવસમાં 200 જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન, કોલેજમાં બહુ ઝઘડતાં હતા