લિવર ડિટોક્સ અંગે સામંથાએ કરોડો ચાહકોને ગેરમાર્ગે દોર્યા
- હેલ્થ બાબતે સેલિબ્રિટીઓને આંધળુ અનુસરાય નહીં
- સામંથા ભારે અજ્ઞાની છે, તેને કોઈ પ્રાથમિક માહિતી પણ નથીઃ તબીબોનો આક્રોશ
મુંબઇ : સામંથા રુથ પ્રભુ લિવર ડિટોક્સ કરવા અંગેના એક વીડિયોને કારણે ભારે વિવાદમાં આવી ગઈ છે. તબીબી સમુદાયના આક્ષેપ અનુસાર સામંથાએ તેના લાખો ફોલોઅર્સને ગેરમાર્ગે દોર્યા છે અને આ જનઆરોગ્ય સાથે એક પ્રકારનાં ચેડાં છે.
સામંથાએ થોડા સમય પહેલાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે એક વેલનેસ કોચ સાથે લિવર ડિટોક્સ વિશે વાતો કરી હતી. તેમાં એક ખાસ જડીબુટ્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જોકે, સામંથાનો આ વીડિયો રિલીઝ થયા બાદ ખાસ કરીને નેટ યૂઝર્સ તબીબોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિાયમાં સવા ત્રણ કરોડ ફોલોઅર્સ ધરાવતી એક વ્યક્તિ આ રીતે તબીબી બાબતોમાં અધકચરી અને ખોટી માહિતી ફેલાવે તે બહુ અનુચિત તથા જોખમી પણ છે.
એક તબીબે જણાવ્યું હતું કે આ વીડિયો પરથી લાગે છે કે સામંથા કે તેણે જેની સાથે વાત કરી છે એ કોચને પણ માનવ શરીર કેવી રીતે કામ કરે છે કે પછી લિવરનું શું કામ ચે તેની પાયાની પણ માહિતી નથી. સામંથા જેવી માનવ દેહ અંગેની તદ્દન અજ્ઞાની વ્યક્તિએ આવા વીડિયો શેર કરવા ન જોઈએ.
જોકે, આ ટ્રોલિંગ બાબતે સામંથાનો કોઈ તત્કાળ પ્રત્યાઘાત આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે સામંથા પોતે ઓટો ઈમ્યૂન બીમારી માયોસાઇટિસનો ભોગ ની ચુકેલી છે અને તેના કારણે તેણે એક્ટિંગમાંથી એક વર્ષનો બ્રેક લેવો પડયો હતો. હવે આ બ્રેક બાદ તે ફરી નવા પ્રોજેક્ટ શોધી રહી છે.