સામંથાએ એક્સ હસબન્ડના નામનું ટેટૂ વટથી ફલોન્ટ કર્યું

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
સામંથાએ એક્સ હસબન્ડના નામનું ટેટૂ વટથી ફલોન્ટ કર્યું 1 - image


નાગા ચૈતન્ય સાથે સુલેહની ફરી ચર્ચા

નાગા ચૈતન્યનું ટૂંકું નામ 'ચાય' લખેલું ટેટુ છૂટાછેડા પછી કઢાવી નાખ્યાનું મનાતું હતું 

મુંબઈ: સાઉથની હોટ હિરોઈન સામંથા રુથ પ્રભુએ તેના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યનું ટૂંકું નામ 'ચાય' લખેલું ટેટૂ વટથી ફલોન્ટ કરતાં ભારે ચર્ચા છેડાઈ ગઈ છે. સામંથા અને નાગા વચ્ચે સુલેહનો આ વધુ એક પુરાવો હોવાનું ચાહકો માની ચૂક્યા છે.

સામંથાની પાંસળી પરનું આ ટેટૂ બંનેનાં દામ્પત્ય વખતે ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યારે પણ સામંથા વારંવાર આ ટેટૂ તેની તસવીરોમાં દર્શાવતી હતી. હવે ફરી સામંથાએ આ ટેટૂ ફલોન્ટ કરતાં તેના અને નાગા ચૈતન્યના ચાહકો ખુશ થઈ ગયા છે. 

સામંથા અને નાગાએ છૂટાછેડા લઈ લીધા બાદ સામંથાએ આ ટેટૂ કઢાવી નાખ્યાનું મનાતું હતું. સામંથાના કેટલાય ફોટામાં આ ટેટૂ નજરે ચઢ્યું ન હતું. સામંથાએ પોતે પણ નાગા સાથેનું બ્રેક અપ બહુ કડવાશભર્યું રહ્યું હોવાનું અનેક વખત જણાવ્યું હતું. બોલીવૂડ તથા સાઉથ ઈન્ડસ્ટ્રીનાં અનેક કપલ છૂટાછેડા પછી પણ ઉષ્માભેર હળતાં મળતાં હોય છે તેવું પણ નાગા ચૈતન્ય અને સામંથા વચ્ચે ક્યારેય બન્યું ન હતું. નાગા ચૈતન્ય ઓટીટીની સુપરસ્ટાર મનાતી શોભિતા ધુલિપાલા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો હોવાની વાતો પણ ચર્ચાય છે. 



Google NewsGoogle News