VIDEO : SAM બહાદુરનું નવું સોંગ 'રબ કા બંદા' થયું રિલીઝ, સાંભળીને આવી જશો જોશમાં!

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
VIDEO : SAM બહાદુરનું નવું સોંગ 'રબ કા બંદા' થયું રિલીઝ, સાંભળીને આવી જશો જોશમાં! 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 22 નવેમ્બર 2023 બુધવાર

વિક્કી કૌશલ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ 'SAM બહાદુર' વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. મેઘના ગુલઝારે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. ફિલ્મને લઈને ખૂબ બઝ છે અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે ચાહકોની એક્સાઈટમેન્ટ વધારતા SAM બહાદુરનું એક નવુ ગીત રિલીઝ કરી દીધુ છે. તેના પહેલા દેશભક્તિનો જોશ વધારનારુ ગીત 'બઢતે ચલો' રિલીઝ કરવામાં આવ્યુ હતુ. હવે ફિલ્મના નિર્માતાઓએ બીજુ ટ્રેક 'રબ કા બંદા' જારી કરી દીધુ છે.

SAM બહાદુરનું નવુ ગીત 'બંદા' પણ છે દમદાર

SAM બહાદુરનું નવુ ગીત બંદા આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ગીત પણ ખૂબ જોશ ભરી દેનારુ છે. નવા ગીતમાં વિક્કી કૌશલ સામ માણેકશોના પાત્રમાં ખૂબ દમદાર લાગી રહ્યા છે. મ્યૂઝિક વીડિયોમાં સામ માણેકશોની લાઈફની ઝલક બતાવવામાં આવી છે. આ ગીત સામ માણેકશોની તાકાત, સાહસ અને દ્રઢ સંકલ્પને બતાવે છે. વિક્કીએ બાંદાનો મ્યૂઝિક વીડિયો શેર કરતા લખ્યુ, 'અ ફોર્સ ઓફ સ્ટ્રેંગ્થ, દરેક રીતે એક મહાન સૈનિક. રબ કા બંદા હે યે, સબ કા બંદા હે યે. #બંદા ગીત રિલીઝ. SAMબહાદુર થિયેટર્સમાં 1.12.2023 એ.'

સામ બહાદુરના ન્યૂ ઈન્સ્પાયરિંગ ટ્રેકને શંકર મહાદેવને ગાયુ છે. ગુલઝારે ગીત લખ્યુ છે. મ્યૂઝિક લોકપ્રિય સંગીત તિકડી શંકર-અહસાન લોય દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. 

SAM બહાદુરમાં વિક્કી કૌશલે નિભાવ્યો છે લીડ રોલ

SAM બહાદુર ભારતના પહેલા ફીલ્ડ માર્શલ અને સૈન્ય પરાક્રમી સામ માણેકશોના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્કી કૌશલે સામ માણેકશોનું પાત્ર નિભાવ્યુ છે. આ ફિલ્મ મિલિટ્રી લીજેન્ડના જીવન અને તેમની વીરતા અને નેતૃત્વની કહાની દર્શાવે છે. સામ બહાદુરમાં ઈન્દિરા ગાંધીના પાત્રમાં ફાતિમા સના શેખ અને સામ માણેકશોના પત્ની સિલૂના પાત્રમાં સાન્યા મલ્હોત્રા નજર આવશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.


Google NewsGoogle News