એક્ટર વિકી કૌશલે શેર કર્યું ફિલ્મ 'સૈમ બહાદુર'નું બીજુ પોસ્ટર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
એક્ટર વિકી કૌશલે શેર કર્યું ફિલ્મ 'સૈમ બહાદુર'નું બીજુ પોસ્ટર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર 1 - image

Image: Vicky Kaushal Instagram 

નવી મુંબઇ,તા. 7 નવેમ્બર 2023, મંગળવાર 

ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના જીવન પર આધારિત બાયોપિક 'સૈમ બહાદુર' વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર વિકી કૌશલ સૈમ બહાદુરના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. 

વિકી કૌશલે ટ્રેલર રિલીઝ પહેલા ફિલ્મનું બીજું નવું પોસ્ટર શેર કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલે 'સૈમ બહાદુર'નું ટ્રેલર રિલીઝ કરતા પહેલા એક પોસ્ટર રિલીઝ કર્યું છે. ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા જાળવી રાખવા માટે, તેણે સોશિયલ મીડિયા પર આર્મી જનરલ તરીકેનો પોતાનો બીજો લુક રિલીઝ કર્યો છે.

'સૈમ બહાદુર'ના નવા પોસ્ટર શેર કરતી વખતે વિકી કૌશલે કેપ્શનમાં લખ્યુ કે,'સેના તેની જિંદગી હતી. શું તમે તેમની સ્ટોરી જોવા માટે તૈયાર છો? 

આગળ વિકી લખે છે, 'ટ્રેલર આજે સાંજે 5:30 વાગ્યે રિલીઝ થશે.' ફિલ્મના આ નવા પોસ્ટરમાં વિક્કીનો લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે અને ચાહકો કમેન્ટ પણ કરી રહ્યાં છે.

ફિલ્મના સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો,'રાઝી' પછી ડિરેક્ટર મેઘના ગુલઝાર અને વિકી કૌશલે 'સામ બહાદુર' માટે સાથે કામ કર્યું છે. વિકી સિવાય ફિલ્મમાં ફાતિમા સના શેખ ઈન્દિરા ગાંધી અને સાન્યા મલ્હોત્રા સેમ માણેકશાની પત્ની સિલુની ભૂમિકામાં જોવા મળશે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 


Google NewsGoogle News