Sam Bahadur Review : વિકી કૌશલના એક્ટિંગના ચારેકોર વખાણ, અભિષેક ઓવારી ગયો, ભાઈ રડી પડ્યો
વિકી કૌશલની સેમ બહાદુર ફિલ્મની થિયેટર્સમાં રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ સાથે ટક્કર થશે
આ દરમ્યાન સેમ બહાદુરનું સ્ક્રીનીંગ થયું હતું જેમાં અભિષેક બન્યા વિકીના ફેન
Sam Bahadur First Review: લોકો જાણે જ છે કે સેમ માનેકશાના રોલ માટે વિકી કૌશલે ખુબ જ મહેનત કરી છે. વિકી કૌશલ સ્ટારર સેમ બહાદુરની હાલ ઝબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. ફિલ્ડ માર્શલ સેમ માનેકશાના જીવન પર આધારિત આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. જો કે આ ફિલ્મ માટે વિકીની મહેનલ રંગ લાવી રહી છે. વાત એમ છે કે તાજેતરમાં જ આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. જ્યાં સેલેબ્સ પણ ફિલ્મ જોયા બાદ પોતાના રિવ્યુ આપવાથી પોતાને રોકી શક્યા ન હતા. ફિલ્મ જોઈને અભિષેક બચ્ચન અને સની કૌશલે તેને અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરી છે.
અભિષેકે વખાણી સેમ માનેકશા
વિકી કૌશલે આ રોલને ન્યાય આપવ માટે ઘણી મહેનત કરી છે. પરંતુ તેની શાનદાર એક્ટિંગ જોઈને હવે અભિષેક બચ્ચન પણ તેના ફેન બની ગયા છે. અભિષેકે ફિલ્મ જોઈને ટ્વીટર પર રિવ્યુ આપતા લખ્યું કે, મેં ગઈકાલે રાત્રે સેમ બહાદુર જોઈ. ફિલ્ડ માર્શલ સેમ માનેકશાએ જે સિદ્ધ કર્યું તે આશ્ચર્યજનક છે! અને મારા ફેવરિટ મેઘના ગુલઝારે તેને ખૂબ જ સારી અને સુંદર રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. ભારતના મહાન સપૂતોમાંથી એકની ભૂમિકા ભજવવી એ એક મોટી જવાબદારી છે. પરંતુ મેઘના તેને શાનદાર રીતે નિભાવ્યું છે. સમગ્ર કાસ્ટ અને ક્રૂને આ કામ પર ખૂબ ગર્વ હોવો જોઈએ અને આ સ્ટોરી કહેવા બદલ તમારો આભાર.
Saw #SamBahadur last night. The enormity of all that #FieldMarshalSamManekshaw did and achieved is overwhelming! And so beautifully told on celluloid by my favourite @meghnagulzar. It’s a huge responsibility to portray one of India’s greatest sons and she does it wonderfully. To…
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) November 30, 2023
જુનિયર બચ્ચન બન્યા વિકીના ફેન
અભિષેક બચ્ચને ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને વિકી કૌશલ માટે લખ્યું કે, હું તમારા વિશે શું કહું... તમે અમારા બધા માટે આટલા ઊંચા સ્ટાન્ડર્ડ સેટ કરો છો અને પછી ફક્ત સેમ જ તેને સહેલાઈથી મેળવી શકે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે "શાબાશ, સ્વીટી"!!!
સનીએ પણ કહી ફિલ્મને અમેઝિંગ
સની કૌશલે સેમ બહાદુરને સૌથી અદ્ભુત ફિલ્મ ગણાવી હતી અને ભાઈ વિકીની પણ પ્રશંસા કરી હતી. સનીએ લખ્યું- આ ફિલ્મ ખૂબ જ શાનદાર અને જબરદસ્ત છે. ફિલ્મ બનાવવા માટે મેઘના ગુલઝાર, સેમ બહાદુરનો આભાર. તે કહેવું યોગ્ય છે કે તમે માત્ર અઢી કલાકમાં આ દેશ માટે એ માણસનો પ્રેમ, તેમનું જીવન, પાત્ર, પ્રેમને સુંદર રીતે કેપ્ચર કરવામાં સફળ રહ્યા છો. આ ફિલ્મે મને રડાવ્યો, હસાવ્યો અને પ્રેરણા આપી. સૌથી અગત્યનું, મેં આ ફિલ્મમાંથી શીખ્યું કે હિંમત અને કેરેક્ટરનો અર્થ શું થાય છે.
સની કૌશલ થયા ભાવુક
સનીએ કાસ્ટના વખાણ કરતા લખ્યું કે, સાન્યા અને ફાતિમાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. જયારે જયારે મને એવું લાગે છે કે વિકીએ તેનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે, ત્યારે ત્યારે તે મને વધુ સરપ્રાઈઝ કરે છે. મને ખબર હતી કે તમે પણ આ ફીમ કરવા ઇચ્છતા હતા પરતું હવે ખબર પડી કે શા માટે! મને લાગે છે કે તમે આ ફિલ્મને નહિ પણ આ ફિલ્મે તમને ચૂઝ કાર્ય છે. મને નથી લાગતું કે બીજું કોઈ સેમ વધુ સારી રીતે ભજવી શક્યું હોત. તમે તમારું દિલ, આત્મા બધું જ આ ફિલ્મમાં લગાવી દીધું છે. આ વ્યક્તિત્વ ભજવવામાં, તમે તમારી જાતને ભૂલીને તે પાત્રને જીવી રહ્યા છો. તમારા ડાયલોગ્સ, તમારું શરીર, સૌથી વધુ હું તમારી આંખોમાં સેમને જોઈ શકું છું. ભાઈ, તમારા પર ખૂબ ગર્વ છે.