Get The App

ANIMAL સાથે ક્લેશની કોઈ અસર નહીં, SAM બહાદુરે પહેલા દિવસે કરી જબરદસ્ત કમાણી, જાણો આંકડા

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
ANIMAL સાથે ક્લેશની કોઈ અસર નહીં, SAM બહાદુરે પહેલા દિવસે કરી જબરદસ્ત કમાણી, જાણો આંકડા 1 - image


નવી મુંબઇ,તા.1 ડિસેમ્બર 2023, શુક્રવાર

વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'સામ બહાદુર' વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. આ ફિલ્મ 1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 'સેમ બહાદુર' દેશના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાની બાયોપિક છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ વોર ડ્રામા ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો 'સામ બહાદુર'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, વિકી કૌશલની ફિલ્મની ટક્કર રણબીર કપૂરની 'એનિમલ' સાથે છે. 'એનિમલ' વિશે ઘણી ચર્ચા થઈ હતી પરંતુ તેની 'સામ બહાદુર' પર જરાય અસર થઈ નથી અને તેણે શાનદાર શરૂઆત કરી છે. એટલું જ નહીં, આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની ત્રીજી સૌથી વધુ ઓપનર પણ બની ગઈ છે. 

'સામ બહાદુર' ઓપનિંગ

હવે જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે ત્યારે તે દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે. વિકીની ફિલ્મની શરૂઆત શાનદાર રહી છે. દર્શકો ફિલ્મ અને વિકી કૌશલની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. 

સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'સેમ બહાદુર'એ તેની રિલીઝના પહેલા દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે આ પ્રારંભિક આંકડા છે, સત્તાવાર આંકડા આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.

વિકી કૌશલની આ ફિલ્મને 6 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી છે જે શાનદાર છે. આ સાથે આ ફિલ્મ વિકી કૌશલના કરિયરમાં ત્રીજી સૌથી વધુ ઓપનર બની ગઈ છે. આ પહેલા અભિનેતાની ફિલ્મ 'ઉરી' અને 

  • ઉરીનું ઓપનિંગ ડે ક્લેક્શન 8.20 કરોડ 
  • રાજીની ઓપનિંગ ડેની કમાણી 7.53 કરોડ 
  • સામ બહાદુરની ઓપનિંગ ડે ક્લેક્શન રૂ. 6 કરોડ 

ક્લેશ છતાં દમદાર ઓપનિંગ

સેમ બહાદુરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા 2 કલાક અને 30 મિનિટ (150 મિનિટ)ના માન્ય રન ટાઈમ સાથે U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રણબીર કપૂર સ્ટારર 'એનિમલ' સાથે ક્લેશ થવા છતાં, વિકી કૌશલ સ્ટારર આ ફિલ્મ ભારતમાં લગભગ 1300 થીએટર્સમાં એટલે કે 1800 થી 2000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. 


Google NewsGoogle News