વિકી કૌશલની ફિલ્મ 'SAM બહાદુર'એ 16માં દિવસે કર્યું જબરદસ્ત કલેક્શન, જાણો કુલ કમાણી

ફિલ્મ સેમ બહાદુરનું વર્લ્ડ વાઈડ કલેક્શન ધીરે ધીરે હવે 100 કરોડનું પર પહોચવાની તૈયારીમાં

16માં દિવસ સુધીમાં વર્લ્ડ વાઈડ કુલ આંકડો 93.5 કરોડ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
વિકી કૌશલની ફિલ્મ 'SAM બહાદુર'એ 16માં દિવસે કર્યું જબરદસ્ત કલેક્શન, જાણો કુલ કમાણી 1 - image
Image Twitter 

તા. 17 ડિસેમ્બર 2023, રવિવાર 

Sam Bahadur Box Office Collection Day 16: એનિમલ સાથે રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુરનુ કલેક્શન ધીરે ધીરે હવે 100 કરોડનું વર્લ્ડ વાઈડ કલેક્શન વધી રહ્યુ છે. કમાણીની વાત કરીએ તો બજેટ પ્રમાણેનું કલેક્શન સેમ બહાદુર હાસિલ કરી ચુકી છે. જ્યા એનિમલ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ તોડી રહી છે, તો સેમ બહાદુરે પણ બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ બનાવી દીધી છે. 

16માં દિવસનું કલેક્શન

રિપોર્ટ પ્રમાણે 65 કરોડના બજેટમાં તૈયાર થયેલી સેમ બહાદુર ફિલ્મે 16 દિવસમાં 4.75 કરોડનું કલેક્શન કરી લીધુ છે. ઈન્ડિયન બોક્સ ઓફિસ પર વિકી કૌશલની ફિલ્મનું કલેક્શન 71.6 કરોડ થઈ ગયુ છે. જોકે વર્લ્ડ વાઈડ આ આંકડો 93.5 કરોડ સુધી પહોચી ગયો છે. 

16 દિવસની કમાણીની વાત કરીએ તો પહેલા દિવસે સેમ બહાદુરે 6.25 કરોડની કમાણી કરી હતી, બીજા દિવસે 9 કરોડ પર પહોચી હતી, તેમ કરતાં કરતાં ધીરે ધીરે પરંતુ તેણે 16માં દિવસ સુધીમાં વર્લ્ડ વાઈડ કુલ આંકડો 93.5 કરોડનું કલેક્શન કરી લીધુ છે.


Google NewsGoogle News