'SAM બહાદુર'એ બીજા દિવસે કરી આટલી કમાણી, જાણો કેટલું થયું કુલ કલેક્શન

બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું 6.25 કરોડ રુપિયાથી ખાતુ ખુલ્યું...

વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુરે બીજા દિવસે પણ 3.32 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
'SAM બહાદુર'એ બીજા દિવસે કરી આટલી કમાણી, જાણો કેટલું થયું કુલ કલેક્શન 1 - image
Image Twitter 

તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર

બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ સેમ બહાદુર  (Sam Bahadur) તા. 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચુકી છે. રણબીર કપુરની એનિમલથી ફ્લેશ થયા પછી સેમ બહાદુર બોક્સ ઓફિસ પરથી હટી ગઈ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 6.25 કરોડ રુપિયાથી ખાતુ ખોલ્યુ હતું. હવે આ ફિલ્મ સેમ બહાદુરનો બીજા દિવસની કમાણીનો આંકડો પણ સામે આવ્યો છે. 

બીજા દિવસે સેમ બહાદુર કરી આટલી કમાણી

રિપોર્ટ પ્રમાણે વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુરે બીજા દિવસે પણ 3.32 કરોડ રુપિયાનો બિઝનેસ કરી લીધો છે. જો કે, આ અર્લી એસ્ટીમેન્ટ છે. ફાઈનલ ડેટા આવ્યા પછી આંકડા વધી શકે છે. સેમ બહાદુર વિક્કી કૌશલના કરિયરની ત્રીજી હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે.  



Google NewsGoogle News