Get The App

સલમાનની સિકંદર પણ સાઉથની રિમેક હોવાની ચર્ચા

Updated: Jul 14th, 2024


Google News
Google News
સલમાનની સિકંદર પણ સાઉથની રિમેક હોવાની ચર્ચા 1 - image


- થલપતિ વિજયની સરકારની રીમેક હોવાની અટકળો

- જોકે, સલમાન માટે ઓરિજિનલ સ્ક્રિપ્ટ લખાઈ હોવાનો ફિલમની ટીમનો દાવો 

મુંબઈ: સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર' વિશે અત્યારથી જ બહુ હાઈપ ઊભો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ફિલ્મ પણ સાઉથની જ એક ફિલ્મની રીમેક હોવાનું કહેવાઈ રહ્યું છે. 

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર વાસ્તવમાં આ ફિલ્મ થલપતિ વિજયની 'સરકાર' નામની ફિલ્મની રીમેક છે. ફિલ્મ સર્જક એ. આર. મુરગાદોસ સલમાનને ધ્યાનમાં રાખીને તથા હિંદી ફિલ્મોના દર્શકોની પસંદગીઓ પ્રમાણે કેટલાક ફેરફારો કરી શકે છે. પરંતુ, મોટાભાગે તો આ 'સરકાર'ની વાર્તા આધારિત જ ફિલ્મ હશે. 

બીજી તરફ ફિલ્મની ટીમના સભ્યો આ ચર્ચાને નકારી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર એ. આર. મુરગાદોસે સલમાન ખાનને ધ્યાને રાખીને બિલકૂલ નવી જ સ્ક્રિપ્ટ બનાવી છે. આ ફિલ્મ અન્ય કોઈ ફિલ્મની રીમેક નથી. 

સલમાનની પાછલી કેટલીક ફિલ્મો ફલોપ ગઈ છે. તે પછી તે કોઈ મોટાં બજેટની એક્શન ફિલ્મ દ્વારા પુનરાગમન કરવા માગે છે. તેને 'સિકંદર' ફિલ્મ માટે ઘણી આશાઓ છે. 

Tags :
SalmanSikandarAlso-being-discussed-as-a-remake-of-South

Google News
Google News