કરણ જોહરની 'ધી બુલ' ફિલ્મમાં સલમાનની હિરોઈન સાઉથની તૃષા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
કરણ જોહરની 'ધી બુલ' ફિલ્મમાં સલમાનની હિરોઈન સાઉથની  તૃષા 1 - image


13 વર્ષ પછી તૃષાનું બોલીવુડમાં પુનરાગમન

અગાઉ અક્ષય કુમાર સાથેની ખટ્ટામીઠ્ઠા ફલોપ થયા બાદ સાઉથમાં જતી રહી હતી   

મુંબઈ: કરણ જોહર સલમાન ખાનને લઈ એક એક્શન ફિલ્મ 'ધી બુલ'નું નિર્માણ કરી રહ્યો છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાઉથની એકટ્રેસ તૃષા કૃષ્ણન આ ફિલ્મમાં સલમાનની હિરોઈન બની શકે છે. 

તૃષા માટે આ ફિલ્મ ૧૩ વર્ષ બાદ બોલીવૂડમાં કમબેક સમાન હશે. આ અગાઉ તેણે પ્રિયદર્શનની ફિલ્મ 'ખટ્ટામીઠ્ઠા'માં અક્ષય કુમારની હિરોઈન તરીકે કામ કર્યું હતું. જોકે, પ્રિયદર્શન જેવા દિગ્દર્શક અને અક્ષય કુમાર જેવા હિરો છતાં પણ આ ફિલ્મ ફલોપ ગઈ હતી. તેના કારણે તૃષાની કારકિર્દીને ગ્રહણ લાગી ગયું હતું. તે પછી તેને સાઉથની ઓફરો મળી હતી અને તે ત્યાં જ સેટ થઈ ગઈ હતી. 

હવે આટલાં વર્ષો પછી તેને હિન્દી ફિલ્મ મળી છે. સલમાનની આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથના જ ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન કરવાના છે. તેના કારણે તૃષાની આ ફિલ્મ માટે પસંદગી થઈ હોવાનું માનવામાં આવે છે. 



Google NewsGoogle News