નમસ્તે લૉરેન્સ ભાઈ...: સમગ્ર વિવાદમાં કૂદી સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ, કહ્યું- 'તમારો નંબર આપો પછી હું...'
Image: Facebook
Lawrence Bishnoi Controversy: સલમાન ખાનની સુરક્ષાનો મામલો એક વખત ફરી ગરમાયો છે. જ્યારથી એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. આ મર્ડરની પાછળ પણ સલમાન ખાનને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ જણાવવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ કૂદી પડી છે. તેણે સલમાન ખાનના દુશ્મન લોરેન્સ બિશ્નોઈને ઈન્વાઈટ કર્યો છે. આમ તો સોમી અને સલમાન ખાનનો પણ 36 નો આંકડો રહે છે. તે સતત એક્ટર વિરુદ્ધ બોલતી નજરે પડી છે. હવે સોમી અલીએ યુએસથી લોરેન્સ બિશ્નોઈને આમંત્રણ મોકલ્યું છે.
ગુરુવારે સોમીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી. જ્યાં તેણે લોરેન્સ બિશ્નોઈનો ફોટો પણ શેર કર્યો. તેમણે લખ્યું, 'આ લોરેન્સ બિશ્નોઈ માટે સીધો મેસેજ છે. નમસ્તે લોરેન્સ ભાઈ. સાંભળ્યું છે અને જોયું પણ છે કે તમે જેલથી પણ ઝૂમ કોલ્સ કરી રહ્યા છો. તો મને તમારી સાથે અમુક વાતો કરવી છે. કૃપા કરીને મને જણાવો આ કેવી રીતે થઈ શકે છે?'
આ પણ વાંચો: સાબરમતી જેલમાં ધકેલી દીધેલો લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં હત્યા કરાવે, આવું કેવી રીતે બની શકે?
લોરેન્સ બિશ્નોઈ સાથે વાત કરવા ઈચ્છે છે સોમી અલી ખાન
'આપણી સમગ્ર દુનિયામાં સૌથી સુંદર સ્થળ રાજસ્થાન છે. અમે પૂજા માટે તમારા મંદિર આવવા ઈચ્છીએ છીએ પરંતુ પહેલા તમારી સાથે ઝૂમ કોલ થઈ જાય અને અમુક નક્કી વાતો થઈ જાય પછી. વિશ્વાસ કરો તમારા ફાયદાની વાતો છે. તમે તમારો ફોન નંબર આપી દો, તમારો ખૂબ ઉપકાર રહેશે. આભાર.'
સોમી અને સલમાનનો સંબંધ
એક સમય હતો જ્યારે સોમી અલી અને સલમાન ખાનનો સંબંધ હતો. વર્ષ 1999માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને પછી તે મુંબઈથી યુએસ શિફ્ટ થઈ ગઈ. ત્યારથી તે ત્યાં જ રહે છે અને તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કરી દીધું હતું.
આ પણ વાંચો: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારો બિશ્નોઈ ગેંગનો શાર્પશૂટર પકડાયો, પોલીસને મોટી સફળતા
સોમી અલીએ બિશ્નોઈ સમાજથી માફી માગી હતી
પહેલા સોમી અલીએ સલમાન ખાન અને કાળિયાર કેસ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે 'કોઈ પર પણ આમ ફાયરિંગ કરવું યોગ્ય હોતું નથી. વર્ષ 1998માં જ્યારે આ મામલો થયો તો સલમાન ખાન ખૂબ નાનો હતો. હું તો વિનંતી કરવા માગું છું કે બિશ્નોઈ સમાજ પણ હવે ભૂલી જાય અને આગળ વધે.'
નોંધનીય છે કે, તેણે તો સલમાન ખાન તરફથી માફી પણ માગી હતી.