બેબી જ્હોનમાં સલમાન વરુણ ધવનનો મેન્ટર બનશે
- કેમિયોમાં પણ અનેક એક્શન દ્રશ્યો હશે
મુંબઇ : વરુણ ધવનની આગામી ફિલ્મ 'બેબી જ્હોન'માં સલમાન ખાન કેમિયો કરી રહ્યો છે. સલમાન વરુણ ધવનનો મેન્ટર બનશે. તે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે. તેના કેમિયોમાં પણ એક્શન દ્રશ્યો સામેલ હશે. સલમાન પોતાની એકશન ભૂમિકાઓ અને સ્વૈગ માટે જાણીતો હોવાથી તેના માટે ખાસ દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા છે. તેને કેટલાક રમૂજી સંવાદો પણ આપવામાં આવ્યા છે.
આ ફિલ્મ મૂળ હિટ તમિલ ફિલ્મ 'થેરી'ની રીમેક છે. એક પોીલસ અધિકારી સંજોગોવસાત પોતાની નોકરી છોડે છે પછી કેવી પરિસ્થિતિ સર્જાય છે તેવી ફિલ્મની વાર્તા છે.