સલમાન ખાનની ટાઇગર 3ની અવધિ 2.35 મિનિટ જેટલી લાંબી હશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
સલમાન ખાનની ટાઇગર 3ની અવધિ 2.35 મિનિટ જેટલી લાંબી હશે 1 - image


- આ ફિલ્મ રવિવારના દિવસે રિલીઝ કરવામાં આવશે

મુંબઇ : સલમાન ખાનની ટાઇગર ૩ દિવાળીના તહેવારોમાં રિલીઝ થઇ રહી છે. બોલીવૂડમાં ભાગ્યે જ ફિલ્મો રવિવારે રિલીઝ થતી હોય છે. જેમાંની એક સલમાનની ટાઇગર ૩નો સમાવેશ થવાનો છે. ટાઇગર ૩  રવિવારે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની અવધિ ૨.૩૫ મિનીટ એટલે કે ૧૫૫ મિનીટની હશે. 

સલમાનના ચાહકો તેની આ ફિલ્મની ઉત્સકતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી ખલનાયકની ભૂમિકામાં છે. 

ટાઇગર ૩ ટાઇગર ફ્રેન્ટાઇજીની ત્રીજી કડી છે. જે ૨૦૨માં ટાઇગરથી શરૂઆત થઇ હતી. આપછી ૨૦૧૭માં ટાઇગર જિન્દા હૈ પછી હવે ટાઇગર ૩ રિલીઝ થઇરહી છે. ફિલ્મમાં કેટરિના કેફ ઝોયાની ભૂમિકામાં છે.જે એક આઇએસઆઇ એજન્ટ અને ટાઇગરની પત્ની છે. ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. યશરાજ ફિલ્મ્સ માટે અત્યાર સુધીમાં આ સૌથી મૌંઘો પ્રોજેક્ટ છે. 


Google NewsGoogle News