સલમાન ખાનની નવી ફિલ્મ પુનર્જન્મની કથા આધારિત હશે
- રજનીકાંત અથવા કમલ હાસનને પણ સાઈન કરાશે
- ફિલ્મનું શૂટિંગ 2025ના ઉનાળામાં શરૂ કરવાની દિગ્દર્શક એટલીની યોજના
મુંબઇ : સલમાન ખાનની આગામી ફિલ્મમાં પુનર્જન્મની કથા હશે. તેની સાથે રજનીકાંત અથવા તો કમલ હાસનને સાઈન કરવામાં આવે તેવી સંભાવના છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫ના ઉનાળામાં શરૂ થવાની શક્યતા છે.
દિગ્દર્શક એટલી પોતાની છઠ્ઠી ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મ બે નાયકો સાથેની એક મહાકાવ્ય ગાથા હશે, જેમાં એટલી સલમાન સાથે મુખ્ય ભૂમિકામાં કમલ હાસન અથવા રજનીકાન્તન લેવામાં આવશે તેવી ચર્ચા છે.
સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, કાસ્ટિંગ વિશેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. હાલ આ એકશન ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
એટલી છેલ્લા એક વરસથી આ મેગા-બજેટ પુનર્જન્મ ફિલ્મ પર કામ કરી રહ્યો છે.
સલમાન ખાન આ ફિલ્મના એક ઐતિહાસિક યોદ્ધાના અવતારમાં જોવા મળવાનો છે.
જ્યારે વર્તમાન યુગના તેના રોલને ગુપ્ત રાખવામાં આવ્યો છે. ફિલ્મના મોટા ભાગના પાત્રો અતીત અને વર્તમાન સાથે જોડાયેલા દર્શાવામાં આવશે.