વરુણ ધવનની બેબી જ્હોનમાં સલમાન ખાનનો કેમિયો
- આગામી મહિને સલમાન શૂટિંગ કરશે
- સલમાને કોઈ કેમિયો નહીં કરવાનો નિયમ એટલી ખાતર થઈને તોડયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: વરુણ ધવનની ફિલ્મ 'બેબી જ્હોન'માં સલમાન ખાન કેમિયો કરવાનો છે. સલમાને છેલ્લા કેટલાક સમયથી કોઈ કેમિયો નહીં કરવાનો નિયમ લીધો હતો.
પરંતુ, આ ફિલ્મના પ્રોડયૂસર એટલી ખાતર થઈને તેણે પોતાનો નિયમ તોડયો છે.
સલમાનના હિસ્સાનું શૂટિંગ આવતા મહિને શરુ થવાનું છે. ફિલ્મની રીલિઝ આગામી નાતાલ વખતે થશે. ફિલ્મમાં વામિકા ગબ્બી અને કીર્તિ સુરેશ એમ બે હિરોઈનો છે. સલમાને પાછલાં બે વર્ષમાં અનેક ફિલ્મમાં નિષ્ફળતાઓ બાદ પોતે માત્ર સંબંધ ખાતર કોઈ ફિલ્મ નહીં કરે તેવું નક્કી કર્યું હતું. સાથે સાથે તેણે કોઈ કેમિયો નહીં કરવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ, સલમાનને એટલી સાથે સાઉથની એક મોટી ફિલ્મમાં કામ કરવાની તમન્ના છે. આથી એટલીને રીઝવવા તેણે આ ફિલ્મમાં કેમિયો કરવાની હા પાડી દીધી હોવાનું કહેવાય છે.