સની દેઓલની ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો
- સંબંધ ખાતર કેમિયો નહીં કરવાની નીતિ છોડી
- સફર ફિલ્મ માટે સલમાનના સીનનું શૂટિંગ બે દિવસ મુંબઈમાં થશે
મુંબઇ : સની દેઓલ ગદ્દર ટુની સફળતા પછી પોતાની આગામી ફિલ્મ 'સફર'ના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. અભિનેતા હાલ મુંબઇમાં શૂટિંગ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, સલમાન ખાન પણ આ ફિલ્મ માં કેમિયો કરી રહ્યો છે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, સલમાન ખાને સની દેઓલની ફિલ્મમાં કેમિયો કરવાની હા પાડી છે. સલમાન ખાન સની દેઓલની 'સફર' ફિલ્મમાં કેમિયો માટે મુંબઇમાં ૧૨ અને ૧૩ તારીખના શૂટિંગ કરવાનો છે. આ બે દિવસનું શૂટિંગ શેડયુલ મહેબુબ સ્ટુડિયોમાં કરવામાં આવવાનું છે.
સલમાન ખાનના દેઓલ પરિવાર સાથે સારા સંબંધો છે.જોકે, થોડા સમય પહેલાં સલમાન ખાને તે માત્ર દોસ્તી કે સંબંધો ખાતર કોઈ ફિલ્મ નહીં કરે કે કોઈ કેમિયો પણ નહીં કરે તેવી નીતિ નક્કી કરી હતી. જોકે, તેણે સની દેઓલ માટે બાંધછોડ કરી છે.