ફિલ્મ No Entry 2 માંથી સલમાન ખાન 'એક્ઝિટ', આ મોટા ચહેરાને મળી એન્ટ્રી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ફિલ્મ No Entry 2 માંથી સલમાન ખાન 'એક્ઝિટ', આ મોટા ચહેરાને મળી એન્ટ્રી 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 31 જાન્યુઆરી 2024 બુધવાર

ફુલ ઓન કોમેડી અને ડ્રામાથી ભરપૂર સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની નો એન્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મની ચર્ચા આજે પણ થાય છે તો લોકોને સલમાન-ફરદીન અને અનિલની ત્રિપુટી યાદ આવી જાય છે. હવે લગભગ 20 વર્ષ બાદ અનીસ બાજમી ડાયરેક્ટેડ નો એન્ટ્રીની સીકવલને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં નો એન્ટ્રીની સીકવલ નવી કહાની અને મોટી સ્ટાર કાસ્ટની સાથે થિયેટર્સમાં રિલીઝ થશે. 

સલમાન ખાન-ફરદીન ખાનની નો એન્ટ્રીથી થઈ એગ્ઝિટ!

રિપોર્ટ અનુસાર નો એન્ટ્રી 2 ને લઈને બોની કપૂર અને જી સ્ટુડિયો સાથે આવી રહ્યા છે. ફિલ્મને અનીસ બાજમી જ ડાયરેક્ટ કરવાના છે પરંતુ ફિલ્મની સ્ટારકાસ્ટ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. રિપોર્ટ અનુસાર સલમાન ખાન, ફરદીન ખાન અને અનિલ કપૂરના સ્થાને વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ લીડ રોલમાં જોવા મળશે. જોકે રિપોર્ટમાં ફીમેલ એક્ટર્સને લઈને કોઈ પણ પ્રકારની કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

વરુણ, અર્જુન અને દિલજીત!

રિપોર્ટ અનુસાર એક્ટર્સને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તેણે કોમેડી-ડ્રામા માટે હા પાડી દીધી છે. કહેવાઈ રહ્યુ છે કે બોની કપૂર અને અનીસ બાજમી છેલ્લા 6 મહિનામાં એક્ટર્સને ઘણી વાર મળી ચૂક્યા છે અને હવે તેઓ વર્ષ 2005માં આવેલી હિટ ફિલ્મ નો એન્ટ્રીની સીકવલને ફ્લોર પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર નો એન્ટ્રીની સીકવલ 2024ના ડિસેમ્બર મહિનામાં ફ્લોર પર લાવી શકાય છે. અત્યાર સુધી મેકર્સ કે એક્ટર્સની તરફથી નો એન્ટ્રીની સીકવલ પર કોઈ પણ પ્રકારનું કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યુ નથી. 


Google NewsGoogle News