25 વર્ષ બાદ સલમાન ખાન-કરણ જોહર સાથે કામ કરશે, આ મહિનાથી શરૂ કરશે આગામી ફિલ્મનું શૂટિંગ
Image Source: Twitter
- આ ફિલ્મનું નિર્દેશન સાઉથના ફેમસ નિર્દેશક વિષ્ણુવર્ધન કરશે
નવી દિલ્હી, તા.19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
બોલીવુડના દબંગ સલમાન ખાન હાલમાં પોતાના અનેક મોટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર રિલીજ થઈ રહી છે. આ ઉપરાંત તેઓ ટૂંક સમયમાં બિગ બોસ 17નું શૂટિંગ પણ શરૂ કરશે, જેનો ફર્સ્ટ પ્રોમો કલર્સના મેકર્સે આઉટ કરી દીધો છે.
આ બંને મોટા પ્રોજેક્ટ ઉપરાંત સલમાન ખાન 25 વર્ષ બાદ કરણ જૌહરની ફિલ્મનું શૂટિંગ કરશે. જેની તૈયારી સલમાન ખાને શરૂ કરી દીધી છે. સલમાન ખાને કરણ જોહરની બ્લોકબસ્ટર ફિલ્મ 'કુછ-કુછ હોતા હૈ' માં 25 વર્ષ પહેલા સ્પેશિયલ અપીરિયન્સ કર્યું હતું. તેમના અનટાઈટલ નવા પ્રોજેક્ટની ખબર સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકો ખુશીથી નાચી ઉઠ્યા. હવે કરણ-સલમાનની અનટાઈટલ ફિલ્મને લઈને નવી અપડેટ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મની સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે, ડાયલોગ ડ્રાફ્ટ બધુ ફાઈનલ થઈ ચૂક્યું છે. સલમાન ખાન આ અનટાઈટલ ફિલ્મનો ફર્સ્ટ હાફ ડિસેમ્બરમાં શૂટ કરશે અને બાકીનો જાન્યુઆરીમાં શૂટ કરશે.
સાઉથના આ નિર્દેશક સલમાનની આ ફિલ્મની કમાન સંભાળશે
રિપોર્ટ પ્રમાણે સલમાન ખાનની ઈન્ડિયન આર્મીના બેકડ્રાપ પર બનેલી આ ફિલ્મનું નિર્દેશન સાઉથના ફેમસ નિર્દેશક વિષ્ણુવર્ધન કરશે. જેઓ આ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ'નું નિર્દેશન કરી ચૂક્યા છે.
શરૂઆતમાં એવા અહેવાલો હતા કે, આ ફિલ્મમાં સલમાન ખાનની અપોઝિટ તૃષા, સામંથા અથવા અનુષ્કા શેટ્ટીમાંથી કોઈ એક એક્ટ્રેસ નજર આવી શકે છે પરંતુ હવે તાજેતરના અહેવાલો પ્રમાણે આ ફિલ્મ માટે અત્યાર સુધી કોઈ અભિનેત્રીને કાસ્ટ કરવામાં નથી આવી.
વિષ્ણુવર્ધન હાલમાં પોતાની તમિલ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને ત્યારબાદ જ ઓક્ટોબરમાં આ ફિલ્મ માટે તેઓ એક્ટ્રેસ અને અન્ય સ્ટાર્સની કાસ્ટિંગ શરૂ કરશે. સલમાન ખાને આ ફિલ્મ માટે શેપમાં આવવાનું શરૂ કરી દીધુ છે અને તેઓ સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરી રહ્યા છે.