સાઉથની હોટ એક્ટ્રેસ બોલીવુડમાં નજરે પડશે! સલમાન સાથે કરવા જઈ રહી છે ફિલ્મ

સાઉથની આ હસીના સાથે ઈશ્ક લડાવશે સલમાન ખાન

ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાઉથ એક્ટર્સ સામંથા લીડ રોલમાં જોવા મળશે.

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
સાઉથની હોટ એક્ટ્રેસ બોલીવુડમાં નજરે પડશે! સલમાન સાથે કરવા જઈ રહી છે ફિલ્મ 1 - image
Image Twitter 

તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું દરેકનું સ્વપ્ન હોય છે. હાલમાં જ સાઉથ સિનેમાની સુપરહિટ એક્ટ્રેસ નયનતારાએ જવાનમાં શાહરુખ ખાન સાથે કામ કર્યુ. ફિલ્મને દરેક ભાષાઓમાં ઘણી પસંદ આવી છે. બોક્સ ઓફિસ પર જવાને ધમાલ મચાવી છે. તો હવે નયનતારા પછી એક બીજી એક્ટ્રેસનું નામ આ લીસ્ટમાં જોડાયુ છે. જે સાઉથથી હિન્દી સિનેમામાં આવી રહી છે. આ એક્ટ્રેસ બોલીવુડ દબંગ એક્ટર સલમાન ખાન સાથે પ્રેમ કરતી નજર આવશે. આવો જાણીએ કોણ છે આ એક્ટ્રેસ......

સાઉથની આ હસીના સાથે ઈશ્ક લડાવશે સલમાન ખાન 

સલમાન ખાન સાથે બીજુ કોઈ નહી પરંતુ સાઉથની સુપરહોટ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ કામ કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી સામંથા અને સલમાન સાથે કામ કરવાને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી. તો સલમાન ખાન ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સાઈન કરી ચુક્યા છે. જેમા એવા સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાઉથ એક્ટ્રેસ સામંથા લીડ રોલમાં જોવા મળશે. જો આવું હશે તો ફેન્સ માટે બન્નેને સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા ચાહકો માટે ખૂબ જ રોમાંચક હશે. જો કે હાલમાં દરેક લોકો સામંથાના આ ફિલ્મમાં કામ કરવા અંગે અધિકૃત  નિવેદનની રાહ જોઈ રહ્યા છે.

ઓનસ્ક્રીન ફ્રેશ જોડી દેખવા માટે આતુર છે ચાહકો 

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું નિર્દેશન વિષ્ણુવર્ધન કરી શકે છે. વિષ્ણુવર્ધને કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ શેરશાહ નિર્દેશન કરી હતી. પરંતુ જો સામંથા અને સલમાન ખાન સાથે આવે તો ચાહકોને એક ફ્રેશ અને હોટ જોડી ઓનસ્ક્રીન જોવા મળશે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સામંથાનું મોટું નામ છે. અલ્લુ અર્જુન સાથે પુષ્પાના ઉ અંટવા ગીત પર તેને ગ્લોબલ ફેમ મળી છે.


Google NewsGoogle News