VIDEO : સાઉદી અરબમાં રોનાલ્ડો સાથે જોવા મળ્યા સલમાન ખાન, ફેન્સે કહ્યું- એક ફ્રેમમાં બે લેજેન્ડ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
VIDEO : સાઉદી અરબમાં રોનાલ્ડો સાથે જોવા મળ્યા સલમાન ખાન, ફેન્સે કહ્યું- એક ફ્રેમમાં બે લેજેન્ડ 1 - image


                                                               Image Source: Twitter

મુંબઈ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાનની સાથે ફૂટબોલના મહારથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નજર આવી રહ્યા છે. 

સાઉદી અરબમાં રોનાલ્ડો સાથે દેખાયા સલમાન ખાન

તાજેતરમાં જ સાઉદી અરબમાં ટાયસન ફ્યૂરી (Tyson Fury) અને ફ્રાન્સિસ નગનૌ (Francis Ngannou) ની વચ્ચે MMA મેચ થઈ. જ્યાં ઘણી મશહૂર હસ્તીઓને સ્પોટ કરવામાં આવી. તેનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં સલમાન ખાનની બાજુમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ બેસેલા નજર આવી રહ્યા છે.

ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હલચલ મચી ગઈ છે. એક જ ફ્રેમમાં સલમાન અને રોનાલ્ડોને જોઈને ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. વીડિયો પર ખૂબ કમેન્ટ આવી રહી છે.

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ

સલમાન ખાન અત્યારે ટાઈગર 3 ને લઈને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ. ચાહકો ટાઈગર અને ઝોયાની જોડીને મોટા પડદે જોવા માટે ઉત્સુક છે. ફિલ્મ આ વર્ષે દિવાળીએ રિલીઝ થશે. 


Google NewsGoogle News