'મેં કાળા હરણને નહોતું માર્યું', જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ
Salman Khan Family under Police Surveillance: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને તો હેડલાઈન્સમાં રહે જ છે, પરંતુ હાલમાં જ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે. અભિનેતાને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. આ દરમિયાન તેનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કાળા હરણના શિકાર મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું.
સલમાન ખાન પર કાળા હરણના શિકારનો આરોપ
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સલમાને પોતાના પર લાગેલા શિકારના આરોપોને નકારી કાઢ્યા હતા. સલમાન ખાન 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારથી આ મામલો ચર્ચામાં છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરે છે કે કાળા હરણનો શિકાર કરતી વખતે સલમાન ખાન સાથે તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાન પણ હાજર હતા. આ કેસમાં સલમાન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સતત મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી
આ સમય દરમિયાન તેના અને તેના અન્ય સહ કલાકારો પર રાજસ્થાનના એક ગામમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. પરંતુ બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ થયો
આ દરમિયાન હવે સલમાન ખાનનું એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે જેમાં સલમાને આ સમગ્ર મામલે વાત કરી હતી. 2008માં આપેલા ઈન્ટરવ્યુમાં સલમાને કહ્યું હતું કે, 'મેં કાળા હરણને નહોતું માર્યું અને જો મને ખબર હોત કે આ પ્રજાતિ ખતરામાં છે તો હું આવું ન થવા દેત.' જયારે વધુમાં આ વિષે પૂછવામાં આવ્યું કે, 'શું કેસમાં તમે જ દોષિત છો?' તો એક્ટરે જવાબ આપ્યો હતો કે, 'આ વાતનો કોઈ મતલબ નથી.'
ધમકીઓ વચ્ચે સલમાન કામમાં વ્યસ્ત
આ ધમકીઓ છતાં સલમાન ખાન પોતાના કામથી પાછળ નથી હટી રહ્યો. આ દિવસોમાં તે બિગ બોસ 18 હોસ્ટ કરવામાં વ્યસ્ત છે અને તેની આગામી ઈદની રિલીઝ 'સિકંદર'ની તૈયારીમાં છે, જેમાં રશ્મિકા મંદાના પણ છે.