Fact Check : સલમાન ખાન ઐશ્વર્યા રાયને ગળે મળ્યા? ફોટો વાયરલ થતા ફેન્સ ચોંક્યા, જાણો શું છે સત્ય

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
Fact Check : સલમાન ખાન ઐશ્વર્યા રાયને ગળે મળ્યા? ફોટો વાયરલ થતા ફેન્સ ચોંક્યા, જાણો શું છે સત્ય 1 - image


                                                                         Image Source: Twitter

મુંબઈ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર

બોલીવુડમાં અત્યારે દિવાળી પાર્ટીની ધૂમ છે. કોઈકને કોઈક સેલેબ દિવાળી પાર્ટી હોસ્ટ કરી રહ્યા છે. જેમાં ઘણા સેલેબ્સ સામેલ થઈ રહ્યા છે. સેલેબ્સની દિવાળી પાર્ટીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. દરેક સેલેબ્સનો લુક જોવાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય પણ પહોંચ્યા હતા. પાર્ટીથી સલમાન અને ઐશ્વર્યાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને દરેકનું મગજ ચકરાઈ ગયુ છે.

વાયરલ ફોટોનું સત્ય શું છે

વાયરલ થઈ રહેલા ફોટોમાં સલમાન ખાન એક યુવતીને ગળે મળતા નજર આવી રહ્યા છે. ફોટોમાં સલમાન ખાનનો ચહેરો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પરંતુ તે યુવતીનો ચહેરો દેખાઈ રહ્યો નથી. તેણે ઐશ્વર્યાની ડ્રેસના કલર જેવુ આઉટફિટ પહેરેલુ છે. જેના કારણે લોકોને લાગી રહ્યુ છે કે સલમાન ઐશ્વર્યાને ગળે મળી રહ્યા છે. 

ફોટોમાં સલમાન ખાન જેને હગ કરી રહ્યા છે તે કોઈ બીજુ નહીં પરંતુ સૂરજ પંચોલીની બહેન સના પંચોલી છે. સના અને ઐશ્વર્યાની ડ્રેસનો કલર સેઈમ હતો જેના કારણે લોકોને લાગી રહ્યુ છે કે સલમાન ઐશ્વર્યાને ગળે મળી રહ્યા છે. 


Google NewsGoogle News