જૂના દિવસો યાદ કરી ભાવુક થયો સલમાન ખાન, પૈસા નહોતા ત્યારે આ સ્ટારે દુકાનમાંથી અપાવ્યા હતા મોંઘા કપડાં
Salman Khan Got Emotional In IIFA Awards : એક સમયે સલમાન ખાનની પાસે કપડાં ખરીદવા માટેના પૈસા ન હતા, પરંતુ આજે સલમાન ખાનની નેટવર્થ કરોડોમાં છે. બીજી તરફ, IIFA Awards દરમિયાન સલમાન તેની એક સમયની જૂની પરિસ્થિતિને યાદ કરતાં ભાવુક થયો હતો. તેવામાં સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન સલમાનને ગળે મળ્યો હતો.
આ પણ વાંચો : મોહર્રમનો એક વીડિયો પોસ્ટ કરી કંગના ફરી વિવાદોમાં, લોકોએ કહ્યું - 'યાદ રાખો, હવે તમે સાંસદ છો..'
IIFA Awardsમાં સલમાને ભૂતકાળની યાદો વિશે શું કહ્યું
હિટ ફિલ્મો અને અલગ-અલગ પ્રોજેક્ટ્સની કમાણીને કારણે આજે સલમાન ખાનની નેટવર્થ કરોડોમાં છે, ત્યારે IIFA Awards દરમિયાન સલમાનને તેની યાદગાર પળ વિશે પૂછવામાં આવતા તે પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, 'એક સમયે મારી પાસે કપડાં ખરીદવાના પણ પૈસા ન હતા, ત્યારે સુનીલ શેટ્ટીએ તેની મોંઘી દુકાનમાંથી જીન્સની માત્ર એક જ જોડી ખરીદવા માટે મને મદદ કરી હતી.' આ દરમિયાન જૂના દિવસોના કિસ્સાની વાત કરતાં સલમાન ખૂબ જ ભાવુક થઈને બોલતી વખતી થોડી વાર માટે મૌન થઈ ગયો હતો. સલમાનને ભાવુક થયેલો જોઈ સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન તેની પાસે જઈને ગળે મળ્યો હતો.
સુનીલ શેટ્ટીએ મને સ્ટોન વૉશ શર્ટ અને સ્પર્સ ગીફ્ટ કર્યું
સલમાને કહ્યું કે, 'ઘણાં વર્ષો પહેલાં જ્યારે મારી પાસે પૈસા નહોતા, ત્યારે હું સુનીલ શેટ્ટીની મિસચિફ નામની દુકાનમાં ખરીદી કરવા પહોંચ્યો હતો. દુકાન બહુ મોંધી હોવાથી મારી પાસે માત્ર એક શર્ટ કે પેન્ટ સિવાય બીજી કોઈ વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા ન હતી. આ સમયે સ્ટોન વૉશ જીન્સ બજારમાં નવી આવી હતી. તેવામાં મારી નજર એક સ્પર્સ પર પડી, પરંતુ મારી પાસે પૈસા ના હોવાથી સુનીલ શેટ્ટીએ મને તેમના પોતાના તરફથી એક સ્ટોન વૉશ શર્ટ અને સ્પર્સ ગીફ્ટ કર્યું હતું.' તમને જણાવી દઈએ કે, સ્પર્સને બૂટ્સની હીલ પર લગાવવામાં આવે છે.
આ પણ વાંચો : કરણ જોહરે સલમાનની બુલ તથા કાર્તિક સાથેની વોર ફિલ્મ પડતી મૂકી
જૂની યાદોને ફરી તાજી કરતી વખતે ભાવુક થયો સલમાન
સલમાન ભૂતકાળની યાદોને હજુ ભૂલ્યો ન હોવાથી જૂની યાદોને ફરી તાજી કરતી વખતે ભાવુક થયો હતો. જેમાં સુનીલ શેટ્ટી દ્વારા કરવામાં આવેલી મદદને તે આજ સુધી પણ ભૂલી શક્યો નથી.