Get The App

કમાન્ડો સહિત 11 જવાન, 35થી વધુ બોડીગાર્ડ: લૉરેન્સની ધમકી બાદ આ રીતે થાય છે સલમાન ખાનની સુરક્ષા

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
Salman Khan


Salman Khan Security: 12 ઑકટોબરના રોજ મુંબઈમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા NCPના નેતા બાબા સિદ્દિકીની હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછીથી સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. જેના કારણે અભિનેતાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સલમાન ખાનના ઘરની બહાર ડઝનેક કેમેરા લગાવવામાં આવ્યા છે અને અભિનેતાને થ્રી લેયર સિક્યોરિટી હેઠળ રાખવામાં આવ્યો છે. 

બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાનને ફરી ધમકી મળી હતી

શુક્રવારે જ સલમાન ખાનને ફરી એકવાર ધમકી આપવામાં આવી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસને એક મેસેજ આવ્યો હતો જેમાં રૂ. 5 કરોડની માંગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, 'અમે સલમાન ખાનને છોડીશું નહીં.' હવે આ મેસેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. એપ્રિલ 2024માં પણ અભિનેતાના ઘર ગેલેક્સીની બહાર ગોળીબાર થયો હતો. આ બધી ધમકીઓ બાદ સલમાનને કેવા પ્રકારની સુરક્ષા આપવામાં આવી રહી છે તે જાણીએ. 

સલમાનને મળી રહી છે Y+ સિક્યુરિટી 

સલમાન ખાનને Y+ સિક્યુરિટી આપવામાં આવી રહી છે. જેના માટે 11 જવાનોને તેની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ 11 જવાનોમાંથી 4 પ્રશિક્ષિત કમાન્ડો છે જે તમામ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે. સુરક્ષામાં તૈનાત ગાર્ડ પાસે આધુનિક પિસ્તોલ, આધુનિક MP5 ગન (જે ઝેડ પ્લસ સુરક્ષામાં સામેલ ગાર્ડ્સ પાસે છે) અને AK47 જેવા હથિયારો પણ છે.

પર્સનલ બોડીગાર્ડ્સ પણ કરે છે સુરક્ષા 

સલમાનની સુરક્ષામાં લાગેલા પોલીસ કર્મચારીઓ બીજા લેયરમાં છે, આ સિવાય જો સલમાનની સુરક્ષાના ત્રીજા લેયરની વાત કરવામાં આવે તો લગભગ 35 પ્રાયવેટ બોડીગાર્ડ્સ પણ સલમાનની સુરક્ષા કરે છે. આ તમામ ગાર્ડ સલમાનના પર્સનલ બોડીગાર્ડ શેરાની દેખરેખ હેઠળ છે. સલમાનની સૌથી નજીક રહીને સુરક્ષા આપવાનું કામ તેના પર્સનલ બોડીગાર્ડ કરે છે, એટલે કે સલમાનની કુલ સુરક્ષા ત્રણ લેયરમાં થાય છે.

સલમાનના શૂટિંગ લોકેશનને સુરક્ષિત કરે છે સ્થાનિક પોલીસ 

જરૂરીયાત મુજબ સલમાનના પર્સનલ બોડીગાર્ડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી શકે છે. આ સિવાય જે પણ પોલીસ સ્ટેશનની હદમાં સલમાન ખાન શૂટિંગ કરે છે અથવા કોઈ કાર્યક્રમમાં હાજરી આપે છે. તેની સુરક્ષા માટે ત્યાંની સ્થાનિક પોલીસ પણ સામેલ થાય છે.

સલમાનનો બોડી ગાર્ડ શેરા સ્થાનિક પોલીસને સલમાનના લોકેશનની માહિતી શેર કરે છે જેના પછી સ્થાનિક પોલીસ તેના આગમન પહેલા લોકેશન સુરક્ષિત કરી લે છે.

આ પણ વાંચો: શ્રદ્ધા કપૂરે સ્ત્રી-2 ની સફળતાનો શ્રેય જુઓ કોને આપ્યો, 'સ્ત્રી-3' વિશે આપ્યું મોટું અપડેટ!

બ્રુલેટપ્રૂફ વાહનમાં મુસાફરી કરે છે સલમાન 

25થી વધુ સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ 24 કલાક સલમાનના ઘરની બહાર હાજર રહે છે. આ ઉપરાંત અભિનેતા સાથેના કાફલામાં 8-9 વાહનો હાજર રહે છે. જેમાંથી 4 વાહનો પોલીસના હોય છે અને સલમાન બ્રુલેટપ્રૂફ વાહનમાં મુસાફરી કરે છે.

પોતાની સુરક્ષા માટે સલામ પાસે છે ગન 

કોઈ પણ જગ્યાએ પહોંચ્યા પછી સલમાનને તરત જ કારમાંથી નીચે ઉતરવાની મનાઈ છે, સલમાન સુરક્ષામાં સામેલ કમાન્ડો તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ પોતાની કારમાંથી નીચે ઉતરી શકશે.

સલમાન પોતે પણ 32 કેલિબરની ગન રાખે છે, જેનું લાયસન્સ તેને થોડા સમય પહેલા મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે.

કમાન્ડો સહિત 11 જવાન, 35થી વધુ બોડીગાર્ડ: લૉરેન્સની ધમકી બાદ આ રીતે થાય છે સલમાન ખાનની સુરક્ષા 2 - image


Google NewsGoogle News