બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના 'ગેલેક્સી'ની બહાર બે અજાણ્યાં બંદૂકધારીઓ ફાયરિંગ કરી ફરાર

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના 'ગેલેક્સી'ની બહાર બે અજાણ્યાં બંદૂકધારીઓ ફાયરિંગ કરી ફરાર 1 - image

Image : IANS



Salman Khan Galaxy Firing News: બોલિવૂડ દબંગ અભિનેતા સલમાન ખાન અનેકવાર ચર્ચામાં રહે છે. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે. આ સૌની વચ્ચે આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આજુબાજુમાં બે અજાણ્યા હુમલાખોરોએ તેના એપાર્ટમેન્ટ ગેલેક્સીની બહાર હવાઈ ફાયરિંગની ઘટનાને અંજામ આપી ખળભળાટ મચાવી દીધો હતો. 

મુંબઈ પોલીસ દોડતી થઈ 

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી સલમાન ખાનના ઘરે દોડી આવી હતી અને તેમના નિવાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલ થયાની માહિતી સામે આવી નથી. પરંતુ માહિતી અનુસાર ફાયરિંગ કર્યા બાદ બાઈક પર આવેલા બંને શૂટર ફરાર થઇ ગયા હતા. 

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના 'ગેલેક્સી'ની બહાર બે અજાણ્યાં બંદૂકધારીઓ ફાયરિંગ કરી ફરાર 2 - image



Google NewsGoogle News