Get The App

સલમાન ખાન સાથે બદલો લેવા મારો ઉપયોગ કર્યો...' સોનુ નિગમ પર અભિનેત્રીના ગંભીર આરોપ

Updated: Sep 28th, 2024


Google News
Google News
સલમાન ખાન સાથે બદલો લેવા મારો ઉપયોગ કર્યો...' સોનુ નિગમ પર અભિનેત્રીના ગંભીર આરોપ 1 - image


Somy Ali Accused Sonu Nigam: એક્ટ્રેસ સોમી અલી ખાન એક સમયે સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. જો કે વર્ષો પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. પરંતુ બ્રેકઅપના વર્ષો બાદ પણ સોમી દબંગ ખાન પર નિશાન સાધતી રહે છે અને તે હંમેશા ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસે પ્રખ્યાત સિંગર સેનુ નિગમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે, સલમાન ખાન સાથે બદલો લેવા માટે સિંગરે મારો ઉપયોગ કર્યો. 

સોમી અલીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે કહ્યું છે કે, ‘થોડા વર્ષો પહેલા મેં એક ટોક શો શરૂ કર્યો હતો. આ શૉમાં એ વ્યક્તિએ ખૂબ જ સમજદારીની વાતો કરી હતી, પરંતુ બાદમાં કામ આપવા માટે મેં તેનો સંપર્ક કર્યો તો તેણે મને ઈગ્નોર કરી. બાદમાં મને સમજાયું કે, તે વ્યક્તિનું મારા શૉમાં આવવાનું કારણ એટલું જ હતું કે, તે એ સાબિત કરી શકે કે, હું તેની (સલમાન ખાનની) એક્સ ગર્લફ્રેન્ડના શૉમાં આવ્યો છું. મારા શૉમાં આવવાનો તેનો હેતુ કોઈ બીજી વ્યક્તિ સાથે બદલો લેવાનો હતો, જેની સાથે હું મુંબઈમાં કનેક્ટેડ હતી.’

સોમીએ અહીં તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન તરફ ઈશારો કર્યો છે. આ વીડિયોમાં તો સોમીએ કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેણે કેપ્શનમાં સોનુ નિગમને ટેગ કરીને દાવો કર્યો છે કે, સિંગરે મારી સાથે છેતરપિંડી કરી હતી.  

એક્ટ્રેસે આગળ લખ્યું છે કે, ‘લોકો આવા જ હોય છે. આવી જ રીતે લોકો તમારો ફાયદો ઉઠાવી જાય છે. હું પરેશાન છું. હું એ વ્યક્તિની ખૂબ ઈજ્જત કરતી હતી, પરંતુ મારી સાથે છેતરપિંડી કરાઈ. હું તેની કલ્પના પણ નથી કરી શકતી. મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, જેણે મારી સાથે છેતરપિંડી કરી તે વ્યક્તિ સોનુ નિગમ છે. આ પ્રકારના લોકો સમાજ વિરોધી છે. પરંતુ મને આશા છે કે, તે ગટરના લેવલે પછડાશે.’ 

Tags :
Salman-KhanSomy-Ali-KhanSonu-Nigam

Google News
Google News