Get The App

સલમાન ખાને જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે: લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
Salman Khan


Salman Khan Death Threat: લૉરેન્સ બિશ્નોઈના નામે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી અથવા 5 કરોડ રૂપિયા આપવા. જો આમ નહિ કરે તો તને મારી નાખવામાં આવશે. અમારી ગેંગ હજુ પણ એક્ટીવ છે.'

ધમકી આપનાર વ્યક્તિની શોધ 

પોલીસને ધમકીભર્યા મેસેજની જાણકારી સોમવારે મળી હતી. ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા એક અધિકારીએ અડધી રાત્રે આ ધમકીભર્યો મેસેજ વાંચ્યો હતો. પોલીસ હાલમાં ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે.

આ પહેલા પણ લૉરેન્સ બિશ્નોઈના નામે મળી હતી ધમકી 

થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરતા અનેક વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: મિથુન ચક્રવર્તીના પહેલા પત્ની હેલેના લ્યુકનું નિધન, ‘મર્દ’ ફિલ્મમાં કામ કરીને લોકચાહના મેળવી હતી

જાણો શું છે મામલો

આ વિવાદ 1998ના કાળિયારના શિકાર કેસથી સંબંધિત છે, જેમાં સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, જોકે બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા. આ દરમિયાન સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં લઈને સલમાનને Y+ સિક્યુરિટી આપવામાં આવી રહી છે. 

સલમાન ખાને જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે: લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ 2 - image



Google NewsGoogle News