SRK બાદ હવે સલમાન ખાન સંગ એટલીની જોડી, 'જવાન' ફિલ્મ કરતાં પણ મોટું છે પ્લાનિંગ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Salman Khan

Image Twitter 

Bollywood Superstar Salman khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ચાર્મ સમગ્ર દુનિયામાં જોવા મળે છે. તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. છેલ્લા દાયકામાં તેણે જેટલી હિટ ફિલ્મો આપી છે, કદાચ એટલી અન્ય કોઈ અભિનેતાએ આપી નહી હોય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મો કંઈ ખાસ દમ હોતો નથી. અથવા તો તે એવું કલેક્શન નથી કરી શકતો જેવુ સલમાનની ફિલ્મોમાં કલેક્શન કરતો આવ્યો છે. આવામાં બોલિવૂડ સુપરસ્ટાર હવે સાઉથ તરફ વળ્યા છે. આ અંગે પહેલેથી જ સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન ટૂંક સમયમાં સાઉથ ડિરેક્ટર એટલી સાથે હાથ મિલાવી રહ્યા છે. જેમા બંનેના આગામી પ્રોજેક્ટ અંગે અપડેટ આપવામાં આવ્યું છે.

સલમાન ખાન વર્ષ 2025માં તેના પર કામ શરૂ કરશે

સલમાન ખાન અને એટલીના આ પ્રોજેક્ટને સન પિક્ચર્સ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ માટે બંને સ્ટાર્સને મોટી રકમ પણ મળશે. હાલમાં એટલી આ ફિલ્મની સ્ક્રિપ્ટ લોક કરવામાં વ્યસ્ત છે. આ વર્ષે આ ફિલ્મ શૂટ કરવામાં નહીં આવે. સલમાન ખાન વર્ષ 2025માં તેના પર કામ શરૂ કરશે. અત્યારે સલમાન ખાન એઆર મુરુગુદોસની ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમજ આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ કરવામાં આવનારી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી સલમાન ખાન અને એટલી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.

આવતા વર્ષે શૂટિંગ શરૂ થશે

જો કે, આ પહેલા એટલી આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે કરવા માંગતા હતા. પરંતુ અલ્લુ અર્જુન પાસે પહેલેથી જ ઘણી કમિટમેન્ટંસ હતી અને તેથી તેણે આ અંગે કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. તેથી એટલીએ નવી સ્ક્રિપ્ટ તૈયાર કરી અને હવે તેણે બોલિવૂડના સૌથી પાવરફુલ સ્ટાર સાથે હાથ મિલાવ્યા છે. વર્ષ 2023માં શાહરૂખ ખાન અને એટલીની ફિલ્મ જવાન રીલિઝ થઈ હતી. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી અને તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ભાષાની ફિલ્મ બની હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 1150 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.



Google NewsGoogle News