Get The App

કરણ દેઓલના રિસેપ્શનમાં સલમાન સૂજેલી આંખે આવ્યો

Updated: Jun 20th, 2023


Google NewsGoogle News
કરણ દેઓલના રિસેપ્શનમાં સલમાન સૂજેલી આંખે આવ્યો 1 - image


- આમિર ખાને માત્ર જિન્સ-કુર્તામાં ચલાવ્યુું

- બચ્ચન પરિવારમાંથી કોઈ ના આવતા જય-વીરુની જોડીમાં ખટાશની અટકળો

મુંબઇ : સની દેઓલના પુત્ર કરણ દેઓલના રિસેપ્શનમાં બોલીવૂડના અનેક કલાકારો ઉમટયા હતા. તેમાં સલમાન ખાન સૂજેલી આંખે આવતાં તેના ચાહકો ચિંતામાં મૂકાયા હતા. બીજી તરફ, કરણના લગ્નના કોઈ ફંકશન કે રિસેપ્શનમાં પણ અમિતાભ બચ્ચન પરિવારમાંથી કોઈ ન દેખાતાં અનેક અટકળો થઈ રહી છે. 

સલમાનના અનેક ચાહકોએ તેની આંખે સોજા કેમ છે તેવો સવાલ કર્યો હતો અને તેની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી. સલમાનની લગોલગ જ આમિર ખાન આવ્યો હતો પરંતુ અન્ય કલાકારો સૂટમાં સજ્જ હતા તેની સામે આમિર માત્ર જિન્સ અને કુર્તામાં રિસેપ્શન એટેન્ડ કરવા આવ્યો હતો. 

રિસેપ્શનમાં ધર્મેન્દ્ર અને સની દેઓલના જૂના મિત્ર અભિનેતાઓ તથા અભિનેત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. પૂનમ ધિલ્લોન દીકરી પશમીના સાથે આવી હતી. શત્રુધ્ન સિંહા પુત્ર સાથે આવ્યો હતો. પ્રેમ ચોપરા પણ સજોડે હાજર રહ્યા હતા. સંજય દત્તે પણ હાજરી પુરાવી હતી. નવા કલાકારોમાં રણવીર અને દીપીકાની જોડીએ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. 

જોકે, કરણના લગ્નના કોઈ ફંકશનમાં અમિતાભ બચ્ચનના પરિવારમાંથી કોઈ ન દેખાતાં સૌને નવાઈ લાગી હતી. ઓન સ્ક્રીન વીરુ અને જયની જોડી જમાવનાર ા અમિતાભ અને ધમેન્દ્ર અંગત જિંદગીમાં પણ દોસ્તો છે. બીજી તરફ જયા બચ્ચનની 'ગુડ્ડી' ફિલ્મમાં પણ ધર્મેન્દ્ર કો સ્ટાર હતો. 'ચુપકે ચુપકે'માં ધર્મેન્દ્ર, અમિતાભ અને જયા સૌ સાથે હતાં.


Google NewsGoogle News