નો એન્ટ્રીની સિક્વલમાંથી સલમાન, અનિલ કપૂરની એક્ઝિટ
- 18 વર્ષ પછી બીજો ભાગ બનશે
- બીજા ભાગમાં વરુણ ધવન, દિલજીત દોસાંજે અને અર્જૂન કપૂરની ત્રિપૂટી હશે
મુંબઈ : સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ફિલ્મ 'નો એન્ટ્રી'નો બીજો ભાગ બની રહ્યો છે. જોકે, આ ફિલ્મમાં આ ત્રણેય કલાકારોને સ્થાને વરુણ ધવન, દિલજીત દોસાંજે અને અર્જૂન કપૂરની ત્રિપૂટી ગોઠવાઈ ગઈ છે.
જૂની 'નો એન્ટ્રી' ૨૦૦૫માં રજૂ થઈ હતી. હવે ૧૮ વર્ષ પછી બીજો ભાગ બની રહ્યો છે. સ્વાભાવિક રીતે જ નવા જમાના પ્રમાણે અને નવી વાર્તાને ધ્યાને રાખીને મુખ્ય ત્રણેય કલાકારો બદલી નાખવામાં આવ્યા છે.
હજુ ફિલ્મની અભિનેત્રીઓ વિશે કોઈ ઘોષણા થઈ નથી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતે શરુ થઈ શકે છે. ફિલમનું દિગ્દર્શન અનીસ બાઝમી કરવાના છે.
જોકે, ફિલ્મ ચાહકોએ આ ત્રણેય કલાકારોની પસંદગી વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટસ જોવા મળી હતી કે સલમાન અને અનિલ કપૂર જેવા સ્ટાર્સનું સ્થાન અર્જુન કપૂર અને વરુણ ધવન લઈ શકે નહીં. અર્જુન અને વરુણ બંને સ્ટારકિડ્સ છે અને તેમને અત્યાર સુધીમાં મળેલી તમામ તકો તેમણે વેડફી નાખી છે. તેમના પર ભરોસો રાખીને કોઈ ફિલ્મ ચલાવી શકાય નહીં.