સલમાન અને આમિર ફરી કોઈ પ્રોજેક્ટ સાથે કરે તેવી ચર્ચા
- આમિરની કંપનીએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો
મુંબઇ : આમિર ખાન અને સલમાન ખાન બંને સાથે કોઈ પ્રોજેક્ટમાં કામ કરે તેવી ચર્ચા શરુ થઈ છે. આમિરની પ્રોડક્શન કંપનીએ સલમાનની એક જૂની પોસ્ટના જવાબમાં આ સંકેત આપ્યો છે. સલમાને ૨૦૧૦માં એક પોસ્ટમાં લખ્યું હતું કે એ ફિલ્મ પછી મેં આમિરને મને સ્પર્શ કરવા દીધો નથી. તે મને સોનામાં ફેરવી નાખે તો..હવે આમિરની પ્રોડક્શન કંપનીએ આટલાં વર્ષે આ પોસ્ટનો જવાબ આપ્યો છે કે અમે આ બાબતે વિચારી રહ્યા છીએ. આ સોશિયલ મીડિયા સંવાદ પરથી એવી અટકળો શરુ થઈ છે કે બંને અભિનેતા ફરી કોઈ પ્રોજેક્ટમાં સાથે આવી શકે છે.
આમિર અને સલમાને છેલ્લે 'અંદાજ અપના અપના'માં કામ કર્યું હતું.