Get The App

અરબાઝ ખાનના બીજા લગ્ન અંગે પિતા સલીમ ખાને તોડ્યું મૌન, કહ્યું- 'કોઈ ગુનો નથી કર્યો'

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
અરબાઝ ખાનના બીજા લગ્ન અંગે પિતા સલીમ ખાને તોડ્યું મૌન, કહ્યું- 'કોઈ ગુનો નથી કર્યો' 1 - image


નવી મુંબઇ,તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

Arbaaz Khan Wedding: બોલિવૂડમાં આજકાલ બીજા લગ્ન-ત્રીજા લગ્ન સામાન્ય વાત થઈ ગઈ છે. તાજેતરમાં જ ભાઈજાનના ઘરમાં પણ શરણાઈઓ વાગી હતી. જોકે આ શરણાઈ સલમાન ખાન માટે નહિ પરંતુ ભાઈજાનના ભાઈ અરબાઝ ઝાન માટે વાગી હતી. બોલિવૂડ એક્ટર અને ફેમસ ફિલ્મમેકર અરબાઝ ખાને 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન અર્પિતા ખાનના બંગલામાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉનની સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓનું કેન્દ્ર બનેલો છે. જોકે સૌથી મોટો સવાલ થાય કે વિચારોને વળગી રહેનારા અને દિગ્ગજ રાઈટર સલીમ ખાન, અરબાઝના પિતાએ પુત્રના લગ્ન મુદ્દે મૌન તોડતા મોટું નિવેદન આપ્યું છે.

અરબાઝના બીજા લગ્ન પર સલીમ ખાને શું કહ્યું ? 

56 વર્ષીય અરબાઝ ખાનના લગ્ન વિશે સલીમ ખાને એક નિવેદનમાં જણાવ્યું કે બીજા લગ્નનો અરબાઝનો નિર્ણય ગુનો નથી. હું તેના માટે ખૂબ જ ખુશ છું અને વર-કન્યાને મારા આશીર્વાદ પણ છે. સલીમ ખાને આગળ કહ્યું, 'મને નથી લાગતું કે આ અંગે ચર્ચા કરવાની કોઈ જરૂર છે કારણ કે તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે અને જો તે ખુશ હોય તો બીજું કંઈ મહત્વનું નથી. અરબાઝે મને હમણાં જ કહ્યું હતુ કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે અને મેં કહ્યું કે સારું...મને પણ લાગે છે કે આપણે કોઈના નિર્ણયમાં દખલ ન કરવી જોઈએ.'

પુત્ર અરહાન પણ અરબાઝના બીજા લગ્નમાં હાજર રહ્યો :

શૂરા ખાન સાથે લગ્ન કરતા પહેલા અરબાઝે અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા વર્ષો પહેલા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંને એક પુત્રના માતા-પિતા પણ બન્યા હતા. અરબાઝ અને મલાઈકાના પુત્રનું નામ અરહાન ખાન છે. જાણીને નવાઈ લાગશે કે અરહાને પિતા અરબાઝના બીજા લગ્નમાં હાજરી પણ આપી હતી. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગિટાર વગાડતો નજરે પડે છે. વીડિયો જોયા બાદ અનેક યુઝર્સ અરહાનના ખૂબ વખાણ કરતા જોવા મળ્યા હતા તો અનેકે તેને વણમાંગી સલાહો પણ આપી હતી તો અનેકે નિંદા પણ કરી હતી.


Google NewsGoogle News