Get The App

'સાલાર'નો જબરદસ્ત ક્રેઝ: 3 દિવસમાં વર્લ્ડવાઈડ 400 કરોડનું કર્યું કલેક્શન, શાહરુખની ફિલ્મ 'ડંકી' રેસમાં ધીમી પડી

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
'સાલાર'નો જબરદસ્ત ક્રેઝ: 3 દિવસમાં વર્લ્ડવાઈડ 400 કરોડનું કર્યું કલેક્શન, શાહરુખની ફિલ્મ 'ડંકી' રેસમાં ધીમી પડી 1 - image


Image Source: Twitter

- સાલાર'એ ત્રીજા દિવસે 95.24 કરોડની શાનદાર કમાણી કરી હતી

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

રણબીર કપૂર સ્ટારર 'એનિમલ'ના બોક્સ ઓફિસ પર તોફાન બાદ બે મોટા સુપરસ્ટારની ફિલ્મો રિલીઝ થઈ. ગત અઠવાડિયે પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ બેક ટૂ બેક ફ્લોપ થયા બાદ 'સાલાર' લઈને આવ્યો. બીજી તરફ 2023માં પઠાણ અને જવાન જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શાહરૂખ ખાને ડંકી સાથે વર્ષની ત્રીજી રિલીઝ આપી. બંને જ ફિલ્મોના ઓડિયન્સ અલગ-અલગ છે. 

બોક્સ ઓફિસ પર સાલારની ધૂમ

આંકડામાં બાહુબલી સ્ટાર પ્રભાસ આગળ ચાલી રહ્યો છે. 'સાલાર' સાથે તેણે જોરદાર કમબેક કર્યું છે. ફિલ્મ વર્લ્ડવાઈડ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. મેકર્સ અને ફિલ્મના લીડ એક્ટર પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મની રેકોર્ડ બ્રેકિંગ કમાણીના આંકડા શેર કર્યા છે. આ આંકડા પ્રમાણે ત્રણ દિવસમાં 'સાલાર' એ ગ્લોબલી 402 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધુ છે. 'સાલાર'એ ત્રીજા દિવસે એટલે કે, રવિવારે 95.24 કરોડની શાનદાર કમાણી કરી છે. ક્રિસમસ વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળશે.

ઈન્ડિયામાં પ્રભાસની ફિલ્મે ત્રીજા દિવસે 62 કરોડની કમાણી કરી છે. ડોમેસ્ટિક માર્કેટમાં સાલાર 209 કરોડની કમાણી કરી ચૂકી છે. 

ડંકી 100 કરોડને પાર

ફિલ્મ ડંકીની વાત કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મે વર્લ્ડવાઈડ માર્કેટમાં 4 દિવસમાં 205 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે ચોથા દિવસે 52.78 કરોડની કમાણી કરી હતી. ડંકીએ ડોમેસ્ટિક માર્કેટમાં રૂ. 106.43 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં ચોથા દિવસે તેની કમાણી લગભગ 31 કરોડ રૂપિયા થઈ છે. ડંકીની કમાણી સાલારની સરખામણીમાં ઓછી છે.

શાહરૂખ ખાન જવાન અને પઠાણ જેટલી ધમાલ આ ફિલ્મમાં નથી મચાવી રહ્યો પરંતુ ક્રિટિકલી ફિલ્મની પ્રશંસા કરવામાં આવી છે. ડંકી ઈમોશનલ ફિલ્મ છે. જે સોશિયલ મેસેજ પણ આપે છે. બીજી તરફ સાલાર માસ એક્શન એન્ટરટેનર છે. 



Google NewsGoogle News