શાહરુખની 'ડંકી'ને પછાડીને ફિલ્મ 'સાલાર'નો વર્લ્ડવાઈડ ડંકો, 300 કરોડના ક્લબમાં કરશે એન્ટ્રી
ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ રેકોર્ડ સર્જ્યો હતો
રિલીઝના બે દિવસમાં ફિલ્મ દુનિયાભરમાં છવાઈ ગઈ
Image : Twitter |
Salaar Worldwide Box Office Collection : પેન ઈન્ડિયા સ્ટાર બની ગયેલા પ્રભાસની એક્શન ક્રાઈમ થ્રિલર ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થયાના બે દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વર્લ્ડવાઈડ કરોડોની કમાણી કરી રહી છે અને 300 કરોડના ક્લબની નજીક પહોંચી ગઈ છે.
સાલારે રિલીઝના પહેલા જ દિવસે રેકોર્ડ બનાવ્યો
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની સાલાર 22 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ હતી અને રિલીઝના બે દિવસમાં ફિલ્મ દુનિયાભરમાં છવાઈ ગઈ છે અને ફિલ્મે રિલિઝના બે દિવસમાં બમ્પર કમાણી કરીને વિશ્વભરમાં રોકોર્ડ પણ બનાવ્યો છે. શાહરુખ ખાનની એક પછી એક એમ બે સફળ ફિલ્મ બાદ પણ ફિલ્મ સાલાર ડંકીને જોરદાર ટક્કર આપીને તગડી કમાણી કરી રહી છે. રિલીઝના પહેલા દિવસે જ ફિલ્મે 178.7 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને વર્ષની સૌથી વધુ ઓપનર ફિલ્મ બની હતી, ત્યારે હવે બીજા દિવસે પણ વર્લ્ડવાઈડ 117 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું છે. આ વાતની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. આ સાથે જ સાલાર ફિલ્મના બે દિવસનું વર્લ્ડવાઈડ ક્લેક્શન 295.7 કરોડ પહોંચી ગયું છે.
ફિલ્મ 300 કરોડની નજીક પહોંચી
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલાર'ને પ્રશાંત નીલે ડાયરેક્ટ કરી છે જેમાં એક્ટર પ્રભાસ સાથે પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે બે દિવસમાં જ શાનદાર બિઝનેસ કરતા 300 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં જ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. સાલારના ડોમેસ્ટિક બોક્સ ઓફિસ ક્લેક્સનની વાત કરીએ તો પેહલા દિવસે 90.7 અને બીજા દિવસે 56.35 કરોડ સાથે બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 147.05 કરોડ રૂપિયા થઈ ગયું છે.