700 કરોડ ક્લબમાં સામેલ થઈ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'Salaar, જાણો 19 દિવસનું કલેક્શન

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
700 કરોડ ક્લબમાં સામેલ થઈ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'Salaar, જાણો 19 દિવસનું કલેક્શન 1 - image


આજકાલ સાઉથની ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે. KGF, પુષ્પા, કાંતારા,જેલર વગેરે ફિલ્મોએ દર્શકોને ખૂબ એન્ટરટમેન્ટ કર્યા છે. હાલ પ્રભાસની સાલાર બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ તોડતી દેખાઇ રહી છે. 

ફિલ્મને એક અપડેટ સામે આવી છે. પ્રભાસની 'સાલાર'એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, 'સલાર' એ 19માં દિવસે વિશ્વભરમાં 6.05 કરોડ રૂપિયાની કમાણી કરીને 700 કરોડના ક્લબમાં એન્ટર થઇ ગઇ છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 700.37 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

એક નજર કરીએ ફિલ્મ 'સાલાર'ના  વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન પર 

પ્રથમ દિવસ

 

176.52 કરોડ

બીજા દિવસે

101.39 કરોડ

 

ત્રીજા દિવસે

 

95.24 કરોડ

 

ચોથો દિવસ

 

76.91 કરોડ

પાંચમો દિવસ

40.17 કરોડ

 

છઠ્ઠા દિવસે

31.62 કરોડ

 

સાતમો દિવસ  

20.78 કરોડ

 

આઠમો દિવસ

14.21 કરોડ

 

નવમો દિવસ

21.45 કરોડ

 

દસમો દિવસ

23.09 કરોડ

 

અગિયારમો દિવસ  

25.81 કરોડ

 

બારમો દિવસ

12.15 કરોડ

 

તેરમો દિવસ

11.07 કરોડ

 

ચૌદમો દિવસ

9.28 કરોડ

 

પંદરમો દિવસ

7.90 કરોડ

 

સોળમો દિવસ

9.78 કરોડ

 

સત્તરમો દિવસ

10.14 કરોડ

 

અઢારમો દિવસ

6.81 કરોડ

 

19મો દિવસ

6.05 કરોડ

 

કુલ

 

700.37 કરોડ



























ગદર 2 નો રેકોર્ડ તોડ્યો 

પ્રભાસની 'સાલારે' વર્ષ 2023માં રિલીઝ થયેલી સની દેઓલની 'ગદર 2'નો વિશ્વભરમાં કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સની દેઓલની ફિલ્મે દુનિયાભરમાં 691 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, 'સાલારે' 18 દિવસમાં 694 કરોડ રૂપિયાની કમાણી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીની જો વાત કરીએ તો ડંકીના રિલીઝ થયાના એક દિવસ પછી 22 ડિસેમ્બરે 'સાલાર' સિનેમાઘરોમાં આવી હતી. જોકે, કમાણીના મામલામાં 'સાલારે' ડંકીને પણ  ઘણી પાછળ છોડી દીધી છે.

પ્રશાંત નીલ સાથે પહેલી વાર કામ કર્યું

પ્રશાંત નીલે 'KGF ચેપ્ટર 1' અને 'KGF ચેપ્ટર 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હવે સાલારની સફળતા સાથે તે સુપરહિટ નિર્દેશકોની યાદીમાં સામેલ થઈ ગયો છે. 'સાલારની સ્ટાર કાસ્ટની જો વાત કરએ તો, પ્રભાસ ઉપરાંત શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. હવે પ્રભાસ બહુ જલ્દી 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં આવશે. અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી'નો એક ભાગ છે.


Google NewsGoogle News