Salaar ફિલ્મ આવતીકાલે OTT પર થશે રિલીઝ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઇ શકશો

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
Salaar ફિલ્મ આવતીકાલે OTT પર થશે રિલીઝ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઇ શકશો 1 - image


નવી મુંબઇ,તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર 

વર્ષ 2023માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમાંથી છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સાલારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સલાર' બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરવામાં સફળ રહી હતી. ફિલ્મે પહેલા જ દિવસે 90 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી. આ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. સાઉથના સુપર સ્ટાર પ્રભાસે સાલારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ચાહકોએ ટિકિટ બારી પર આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો અને હવે OTT પર લોકોના દિલ જીતવાનો સમય આવી ગયો છે. હા આ ફિલ્મને લઇને વધુ એક અપડેટ આવ્યુ છે. પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનના દમદાર એક્શન સીનથી ભરપુર આ ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ માટે તૈયાર છે.

OTT પર 'સાલાર' ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

ફિલ્મ સાલારે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. જેઓ થિયેટરમાં આ એક્શનથી ભરપૂર ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે તે લોકોને વધુ રાહ જોવી નહીં પડે. 'સાલાર'ની OTT રીલિઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મ આવતીકાલે 20 જાન્યુઆરી, 2024 થી નેટફ્લિક્સ પર તેની OTT સ્ટ્રીમિંગ શરૂ કરવા માટે તૈયાર છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, જગપતિ બાબુ રેડ્ડીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મની સ્ટોરી બે મિત્રોની આસપાસ ફરે છે જે એક ઘટના બાદ એકબીજાના દુશ્મન બની જાય છે. આ ફિલ્મનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં આવશે.


Google NewsGoogle News